વૉશિંગ્ટન: રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મંગળવારે વહીવટી તંત્રને આદેશ આપ્યો છે કે, યુ.એસ. તેલ કંપનીઓને પુરવઠાની સમસ્યાનો સામનો કરવામાં મદદ કરવા અને ક્રૂડના નીચા ભાવોમાં ઘટોડો કરે.
ટ્રમ્પે US ઓઇલ કંપનીઓને ફંડ આપવાની યોજનાનો આપ્યો આદેશ - અમેરિકા ન્યૂઝ
ડોનાલ્ડ ટ્રમ્પે મંગળવારે વહીવટી તંત્રને COVID-19 ફાટી નીકળવાની વચ્ચે સમસ્યાઓનો સામનો કરી રહેલી યુ.એસ. ઓઇલ કંપનીઓને સહાયક બનાવવા માટે એક યોજના ઘડવાનો આદેશ કર્યો છે.
![ટ્રમ્પે US ઓઇલ કંપનીઓને ફંડ આપવાની યોજનાનો આપ્યો આદેશ President Donald Trump](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6889117-323-6889117-1587520538598.jpg)
President Donald Trump
ટ્રમ્પે ટ્વીટ કર્યું હતું કે, અમે અમેરિકન તેલ અને ગેસ ઉદ્યોગને ક્યારેય સંકોચવા નહીં દઈશું. "મેં ઊર્જા સચિવ અને ટ્રેઝરીના સચિવને એક યોજના તૈયાર કરવા સૂચના આપી છે, જે ભંડોળ પૂરું પાડશે જેથી ભવિષ્યમાં આ મહત્વપૂર્ણ કંપનીઓ અને નોકરીઓ લાંબા સમય સુધી સુરક્ષિત થઈ શકે!"