વૉશિંગ્ટન : 77 વર્ષીય બાઇડન 20મી જાન્યુઆરી 2021ના રોજ અમેરિકાના 46માં રાષ્ટ્રપતિ તરીકે શપથ લેશે. આ સાથે ભારતીય મૂળના કમલા હેરિસ અમેરિકાના સૌપ્રથમ મહિલા ઉપરાષ્ટ્રપતિ તરીકે શપથ લેશે.
ટ્રમ્પ હજુ પણ હાર માનવા તૈયાર નથી કહ્યું અસલી વિજેતા હું જ છું
બાઈડનની જીતની જાહેરાત બાદ ટ્રમ્પે હાર માનવા તૈયાર નથી. ટ્રમ્પ હવે તેમની જીતનો દાવો કરી રહ્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પે ટ્વિટ કરી જીતનો દાવો કર્યો છે. તેમણે કહ્યું કે, મને 7 કરોડથી વધુ મત મળ્યા છે.
ડેમોક્રેટ પાર્ટીના જો બાઈડનને અમેરિકી રાષ્ટ્રપતિ ચૂંટણી 2020માં રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પને હાર અપાવી છે. બાઈડન અમેરિકાના 46માં રાષ્ટ્રપતિ બન્યા છે. ટ્રમ્પે કહ્યું કે, તે હાર માની રહ્યા નથી હું અસલી વિજેતા છું.
ટ્રમ્પે ટ્વિટ કરી જીતનો દાવો કર્યો છે. તેમણે લખ્યું કે, 71,000,000 કાનૂની મત. એક રાષ્ટ્રપતિ માટે સૌથી વધુ, ટ્રમ્પે કહ્યું સુપરવાઈઝર્સને કાઉન્ટિંગ રુમમાં પ્રવેશવાની પરવાનગી આપવામાં આવી નથી. આ ચૂંટણીમાં હું જ જીત્યો છે. મને 7 કરોડ 10 લાખ લીગલ મત મળ્યા છે. ટ્રમ્પે કહ્યું હું પહેલા પણ જીતની ધોષણા કરી ચૂક્યો છું. તેમને મેલ દ્વારા મળેલા મતની ગણતરીમાં ગડબડનો આરોપ લગાવતા મતગણતરીને રોકવા માટે કહ્યું હતુ.