વૉશિંગ્ટન: અમેરિકામાં ચૂંટણીથી સ્વસ્થ થઈ વ્હાઈટ હાઉસ પરત ફરનાર ડોનાલ્ડ ટ્રમ્પ આગામી રેલીઓની જાહેરાત કરી ચૂક્યા છે. તેમના માટે કૈમ્પેન કરનારી ટીમ આ રેલીની તૈયારીમાં લાગ્યું છે. તેમના પ્રચાર અભિયાનને સંભાળનારી ટીમ અનુસાર સોમવારે ફ્લોરિડામાં પ્રથમ રેલી બાદ ટ્રમ્પ પેન્સિલવેનિયામાં મંગળવારે રેલી કરશે. કોરોના વાયરસ સંક્રમિત થયા બાદ ટ્રમ્પ સતત તેમના સમર્થકોના સંપર્કમાં છે.
હોસ્પિટલથી પરત ફર્યા બાદ પ્રથમ વખત સામે આવ્યા ટ્રમ્પ, સમર્થકોનો માન્યો આભાર - ગુજરાતીસમાચાર
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ હોસ્પિટલમાંથી પરત ફર્યા બાદ પ્રથમ વખત વ્હાઈટ હાઉસની બાલ્કનીમાં જોવા મળ્યા હતા. તેમણે સમર્થકોનો આભાર માન્યો છે. ટ્રમ્પ કોરોના વાયરસનો જંગ જીતી પ્રથમ વખત સામે આવ્યા છે. તેમણે કહ્યું કે, મને ખુબ સારું લાગી રહ્યું છે. હું મારા સારા સ્વાસ્થની પ્રાર્થનાઓ માટે તમામનો આભાર માનું છું.
રાષ્ટ્રપતિ પદની ચૂંટણી પૂર્વે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ડેમોક્રેટિક ઉમેદવાર જો બાઈડેન વચ્ચેની બીજી ચર્ચાને સત્તાવાર રીતે રદ કરવામાં આવી છે. ટ્રમ્પ કોરોના વાયરસથી સંક્રમિત હોવાને કારણે આ ડિબેટ 'ડિજિટલ માધ્યમ' દ્વારા યોજવાનું નક્કી કરવામાં આવ્યું હતુ. જોકે 15 ઓક્ટોબરે યોજાનારી બીજી પ્રેસિડેન્શિયલ ડિબેટ રદ કરવામાં આવશે. હવે ત્રીજી અને અંતિમ ડિબેટ ટેનેસીના નાશવિલેમાં 22 ઓક્ટોમ્બરના રોજ યોજાશે.
અમેરિકામાં ચૂંટણી પહેલા પ્રેસિડેન્શિયલ ડિબેટની પરંપરા વર્ષ 1976થી સતત ચાલું છે. દેશમાં રાષ્ટ્રપતિ ચૂંટણી પહેલા ઉમેદવારના ચૂંટણી અભિયાન દરમિયાન આ ડિબેટ થાયે છે. જેને પહેલા રેડિયો પર અને હવે ટીવી પર સીધું પ્રસારણ થાય છે. જેમાં બંન્ને પ્રમુખ ઉમેદવાર એક બીજા પર આરોપ-પ્રતિઆરોપ સિવાય તેમના એજેન્ડા પણ રજુ કરે છે. વર્ષ 2000 બાદ ત્રણ ડિબેટ શરુ થઈ છે.