વૉશિંગ્ટનઃ દુનિયાભરમાં ઉત્તર કોરિયાના તાનાશાહ શાસક કિમ જોંગના મોતના સમાચાર તેજીથી ફેલાઇ રહ્યા છે. આ વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, તેમણે ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ તેની સ્થિતિ વિશે સારું અનુમાન છે, પરંતુ કિમના ખરાબ સ્વાસ્થયને લઇને ચાલી રહેલી અફવાઓ વચ્ચે તેના વિશે તે હાલમાં વાત કરી શકે તેમ નથી.
ટ્રમ્પો સોમવારે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, તમને થોડી માહિતી આપી શકું છું. હાં મારું અનુમાન છે, પરંતુ તે વિશે હું વાત કરી શકું તેમ નથી. હું તેમના સ્વસ્થ થવાની પ્રાર્થના કરું છું. આવા અફવાઓ છે કે, કિમની તબિયત ખૂબ જ ખરાબ છે.
જો કે, કિમ પોતાના દાદા અને ઉત્તર કોરિયાના સંસ્થાપકની 15 એપ્રિલે 108મી જયંતિના અવસર પર આયોજિત કાર્યક્રમમાં સામેલ થયા ન હતા અને જે બાદથી જ તેની તબિયત લથડી હોવાના સમાચાર ફેલાઇ રહ્યા છે. ઉત્તર કોરિયાએ પોતાના શાસકના ખરાબ સ્વાસ્થયની અફવાઓનો ઇન્કાર કર્યો છે.
ટ્રમ્પે કહ્યું કે, કિમ જોંગ તેની સાથે મારા સંબંધ ખૂબ સારા છે. જો હું રાષ્ટ્રપતિ ન હોત તો તમે કોરિયાની સાથે યુદ્ધમાં હોત. તેવી તેઓ આશા કરી રહ્યા હતા. ટ્રમ્પે કહ્યું કે, તે સ્વસ્થ છે. મને ખબર છે કે, તેની સ્થિતિ શું છે. અમે જોઇશું અને કદાચ તમને પણ થોડા સમયમાં જ કંઇક સમાચાર મળે.
ઉપગ્રહ પરથી લેવામાં આવેલા ફોટાઓના આધાર પર અમુક સમાચાર સામે આવ્યા હતા કે, એક વિશેષ તેમજ સુરક્ષિત ટ્રેન, જે કદાચ કિમની છે, તે એક અઠવાડિયાથી તેના પરિસરમાં જ છે.