વોશિંગટનઃ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વ્હાઈટ હાઉસ સંવાદદાતાઓને જણાવ્યું કે, કમનસીબે કોરોના વાયરસના કારણે એક મહિલાનું મોત નિપજ્યું છે. જ્યારે બીજી બાજુ પત્રકાર પરિષદમાં ટ્રમ્પે જણાવ્યું કે, ગભરાવવાની કોઈ જરૂર નથી, આપણો દેશ કોઈપણ પરિસ્થિતીને પહોંચી વળવા સક્ષમ છે.
કોરોના વાયરસઃ અમેરિકામાં એકનું મોત, ટ્રમ્પે આંતરરાષ્ટ્રીય યાત્રાઓ પર પ્રતિબંધ લાદ્યો
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાનથી આવનારા મુસાફરો પર પ્રતિબંધ લગાવ્યો છે. તેમણે દક્ષિણ કોરિયા અને ઈટાલીના કેટલાક ભાગોમાં ન જવા નાગરિકોને સલાહ આપી છે.
ટ્રમ્પે આંતરરાષ્ટ્રીય યાત્રાઓ પર પ્રતિબંધ લાદ્યો
ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાનથી આવનારા મુસાફરો પર પ્રતિબંધ લગાવ્યો છે. તેમણે દક્ષિણ કોરિયા અને ઈટાલીના કેટલાક ભાગોમાં ન જવા નાગરિકોને સલાહ આપી છે. કોરોના વાયરસના કારણે વોશિંગટન રાજ્યમાં એક વ્યક્તિનું મોત નિપજ્યા બાદ અમેરિકાએ આ જાહેરાત કરી હતી.