ગુજરાત

gujarat

ETV Bharat / international

LIVE: અમેરિકા ચૂંટણી: જો બાઇડેન જીતથી માત્ર એક ડગલું દૂર, ડોનાલ્ડ ટ્રમ્પ બોલ્યા- 'બંધ કરો ગણતરી' - જો બાઇડેન

The Election Day development was the latest dizzying twist in a legal battle over the controversial rule that the Trump administration argues helps ensure those who are self-sufficient come to the country. Under the Trump administration rule, officials can deny permanent residency to legal immigrants over their use of food stamps, Medicaid or other public benefits. Green card applicants must show they wouldn't be burdens to the country or public charges.

election
election

By

Published : Nov 6, 2020, 6:34 AM IST

Updated : Nov 6, 2020, 9:49 AM IST

09:49 November 06

મિશિગન અને જ્યોર્જિયામાં અરજી ફગાવી

  • અમેરિકાની કોર્ટમાં ચૂંટણીમાં કથિત રીતે ગડબડી વિરૂદ્ધ રાષ્ટ્રપતિ ચૂંટણીમાં રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર  ડોનાલ્ડ ટ્રમ્પની પાર્ટીના પ્રચાર અભિનાયન તરફથી મિશિગન અને જોર્જિયામાં દાખલ અરજીને ફગાવી દેવામાં આવી છે.

07:35 November 06

'આપણું લોકશાહી કોઈ આપણાથી છીનવી શકશે નહીં' : બાઇડેન

  • જો બાઇડેને ટ્વિટ તકીને કહ્યું કે,'કોઈ પણ આપણી લોકશાહી આપણાથી દૂર કરી શકે નહીં. અત્યારે પણ નહીં અને ક્યારેય પણ નહીં. અમેરિકા ખૂબ આગળ આવી ગયું છે, ઘણી લડાઇ લડ્યું છે, અમેરિકાએ ધણો સંઘર્ષ કર્યો છે. '

07:32 November 06

ટ્રમ્પે કહ્યું- 'અમે આ રીતે ચૂંટણી ચોરીની મંજૂરી આપી શકતા નથી'

  • યુ.એસ, રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે 'અમને લાગે છે કે અમે ચૂંટણી ખૂબ જ સરળતાથી જીતીશું. અમને લાગે છે કે ઘણાં કેસ ચાલશે, કારણ કે આપણી પાસે ઘણા પુરાવા છે સુપ્રીમ કોર્ટનું સ્તર…. અમે આ રીતે ચૂંટણી ચોરી થવાની મંજૂરી આપી શકતા નથી. '

07:29 November 06

ટ્રમ્પે કહ્યું- 'જો તમે કાયદાકીય મતને ગણાશો તો હું સરળતાથી જીતી રહ્યો છું '

  • યુ.એસના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, જો તમે કાનૂની મતની ગણતરી કરશો તો હું સરળતાથી જીતી રહ્યો છું. જો તમે ગેરકાયદેસર મતોની ગણતરી કરો છો, તો તેઓ અમારી પાસેથી ચૂંટણી ચોરી કરવાનો પ્રયાસ કરી શકે છે .... મેં પહેલેથી જ ઘણા મહત્વપૂર્ણ રાજ્યો નિર્ણાયક રીતે જીત્યા છે .... અમે એતિહાસિક મતોની સંખ્યા દ્વારા જીત્યા છે. '

07:25 November 06

જીતની નજીક પહોંચ્યા જો બાઇડન

  • યુ.એસ.ની ચૂંટણીમાં મતગણતરી ચાલુ છે અને વિજયની નજીક આવેલા જો બાઇડેન અવારનવાર પ્રેસ બ્રીફિંગ કરતા રહ્યા છે. 
  • તેમણે કોવિડ -19 અને અર્થતંત્રની સ્થિતિ વિશે ચર્ચા કરી.

07:24 November 06

ઓપિનિયન પોલ્સમાં જાણી જોઈને દેખાડવામાં આવી 'બ્લ્યુ વેવ'

  • ટ્રમ્પે ઓપિનિયન પોલ્સને ફેક ગણાવતા કહ્યું કે, "ઓપિનિયન પોલ્સ કરનારાઓએ જાણી જોઈને આખા દેશમાં બ્લ્યુ વે (ડેમોક્રેટના પક્ષમાં) દેખાડ્યું. અસલમાં આવી કોઈ બ્લ્યુ વેવ હતી નહી. સમગ્ર દેશમાં મોટી રેડ વેવ (રિપબ્લિકનના પક્ષમાં) છે, જેનો મીડિયાને પણ અંદાજો હતો પરંતુ અમને તેનો ફાયદો થયો નહીં."

07:23 November 06

જો બાઇડને લોકોને શાંત રહેવા અપીલ કરી

  • જો બાઇડેનને લોકોને શાંત રહેવા અપી કરી છે. તેમણે કહ્યું મત ગણતરીની પ્રક્રિયા ચાલુ છે.

07:17 November 06

મેઈલ ઈન બેલેટ્સનું એકતરફી હોવું ચોંકાવનારું

  • મેઈલ ઈન બેલેટ્સમાં ગડબડીની આશંકા વ્યક્ત કરતા ટ્રમ્પે કહ્યું કે ચોંકાવનારી વાત છે કે મેઈલ ઈન બેલેટ્સ કોઈ એક પક્ષ (ડેમોક્રેટ) તરફ જ જોવા મળી રહ્યા છે. 
  • આ એક ભ્રષ્ટ પ્રેક્ટિસ છે અને લોકોને પણ ભ્રષ્ટ બનાવે છે, ભલે તેઓ અંદરથી એવા ન પણ હોય.

06:25 November 06

જો બાઇડેનને 264 ઇલેક્ટોરોલ વોટ મળ્યા છે, જ્યારે ટ્રમ્પ 214 વોટ સાથે પાછળ

  • જો બાઇડેનને 264 ઇલેક્ટોરોલ વોટ મળ્યા છે અને ટ્રમ્પને 214 વોટ મળ્યા છે. જોકે હજુ પણ મતગણતરી ચાલુ છે.

06:16 November 06

LIVE: અમેરિકા ચૂંટણી: જો બાઇડેન જીતથી માત્ર એક ડગલું દૂર, ડોનાલ્ડ ટ્રમ્પ બોલ્યા- 'બંધ કરો ગણતરી'

વોશિંગ્ટન : જો બાઇડનને હવે વ્હાઇટ હાઉસ પહોંચવા માટે માત્ર એક સ્ટેટમાં જીતની જરૂર છે. તેમના ખાતામાં 264 ઇલેક્ટોરલ વોટ આવી ચુક્યા છે અને માત્ર 6 વોટની જરૂર છે. વિસ્કોન્સિન અને મિશિગનમાં જીતની સાથે ડોનાલ્ડ ટ્રમ્પની જીત મુશ્કેલ દેખાઈ રહી છે.  

યુ.એસ.રાષ્ટ્રપતિની ચૂંટણીના પરિણામોની આખી દુનિયા રાહ જોઇ રહી છે. મતદાન બંધ થયાને ઘણા સમય થયા છે, પરંતુ પરિણામનું ચિત્ર સ્પષ્ટ થયું નથી. જોકે, હવે ડેમોક્રેટિક પાર્ટીના જો બાઇડેન બહુમતીની નજીક આવી ગયા છે. તે જ સમયે, યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પણ પાછળ જોવા મળે છે, પરંતુ બંને ઉમેદવારોમાં સામે સામે આક્ષેપો અને પ્રતિઆક્ષેપોનો દોર પણ ચાલુ છે. 
 

Last Updated : Nov 6, 2020, 9:49 AM IST

ABOUT THE AUTHOR

...view details