ડોનાલ્ડ ટ્રમ્પ વિરૂદ્ધ મહાભિયોગની પ્રક્રિયા શરૂ થયા બાદ ટ્રમ્પે ટ્વિટર પર વ્હિસલબ્લોઅરના નામનો ખુલાસો કર્યો છે. ટ્રમ્પે એક રિટ્વિટ કર્યુ હતું, જેમાં મહાભિયોગ સાથે જોડાયેલા વ્હિસલબ્લોઅર સીઆઈએ કર્મચારીનું નામ સામેલ છે. ટ્રમ્પનું આ ટ્વિટ કાયદા હેઠળ વ્હિસલબ્લોઅરને મળતી ગોપનીયતાના કાયદાનું ઉલ્લઘંન કરે છે.
ટ્ર્મ્પે ટ્વિટરમાં વ્હિસલબ્લોઅરના નામનો કર્યો ખુલાસો, ગોપનીયતાના કાયદાનું ઉલ્લંઘન - આંતરરાષ્ટ્રીય સમાચાર
વોશિંગ્ટનઃ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વિરૂદ્ધ મહાભિયોગની પ્રક્રિયા શરૂ કરાવનાર વ્હિસલબ્લોઅરના નામનો ટ્વિટરમાં ખુલાસો કર્યો હતો. જેને લઈ લોકો દ્વારા ડોનાલ્ડ ટ્રમ્પની આલોચના કરવામાં આવી રહી છે.
fdf
નોંધનીય છે કે, હાઉસ ઓફ રિપ્રેજેંટેટિવમાં સત્તાનો દુરપયોગ કરવા બદલ ટ્રમ્પ પર મહાભિયોગ પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો છે. જે મહાભિયોગની સુનાવણી જાન્યુઆરી 2020માં અમેરિકી સીનેટમાં કરવામાં આવશે.