ગુજરાત

gujarat

ETV Bharat / international

કોરોના ઇફેક્ટ: ટ્રમ્પ ન્યૂયોર્કમાં ક્વોરન્ટાઇન પર કરી રહ્યા છે વિચાર - કોરોના વાઇરસ લેટેસ્ટ ન્યૂઝ

અમેરિકાના પ્રમુક ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, ન્યૂયોર્ક સિટીમાં ક્વોરન્ટાઇનનો આદેશ આપવા પર વિચારી રહ્યા છે. ન્યૂયોર્કમાં કોવિડ-19ના સૌથી વધુ કેસ છે. જેમાં 52,000 કેસ અને 700થી વધુ મોતનો સમાવેશ થાય છે.

Etv Bharat, Gujarati News, Donald TRump, Corona Virus News
Trump considering quarantine on New York

By

Published : Mar 29, 2020, 9:07 AM IST

ન્યૂયોર્ક: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ન્યૂયોર્ક સિટી સહિત આસપાસના વિસ્તાર જેવા કે, ન્યૂ જર્સીમાં કોરોના વાઇરસના કેસમાં સતત વધારો થતો હોવાથી ક્વોરન્ટાઇન કરવાનું વિચારી રહ્યા છે.

ટ્રમ્પે શનિવારે ટ્વીટ કર્યું, "હું 'હોટ સ્પોટ', ન્યૂ યોર્ક, ન્યૂ જર્સી અને કનેક્ટિકટ વિકસાવવા માટેના ક્વોરેન્ટાઇન પર વિચાર કરી રહ્યો છું. ટૂંક સમયમાં જ કોઈ નિર્ણય લેવામાં આવશે.

ન્યૂયોર્કમાં કોવિડ-19 પોઝિટિવ કેસની સંખ્યા સૌથી વધુ છે. જેમાં 52,000થી વધુ કેસ છે અને 700થી વધુ મૃત્યુ છે.

ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, આપણે તેમ કરવું ન પડે. પરંતુ તેવી સંભાવના છે કે, કોરોના સંક્રમણને અટકાવવા ટૂંક સમય માટે ક્વોરન્ટાઇન કરવું પડે.

યુએસ રાષ્ટ્રપતિએ કહ્યું હતું કે, સંભવિત ત્રિ-રાજ્ય વિસ્તારના તે ભાગોથી 'અમલવારી' અને 'મુસાફરી પર પ્રતિબંધિત' હશે.

ABOUT THE AUTHOR

...view details