ગુજરાત

gujarat

ETV Bharat / international

ડોનાલ્ડ ટ્રમ્પ પર મિશેલ ઓબામાનો વાર, કહ્યું- ટ્રમ્પ દેશ માટે ખોટા રાષ્ટ્રપતિ

US ડેમોક્રેટિક સંમેલનમાં અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાની પત્ની મિશેલ ઓબામાએ સંબોધન કર્યું હતું. મિશેલ ઓબામાએ પોતાના ભાષણમાં અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર જોરદાર હુમલો કર્યો હતો.

Trump calls Michelle Obama's speech divisive
ટ્રમ્પે મિશેલ ઓબામાના ભાષણને 'વિભાજક' ગણાવ્યું

By

Published : Aug 19, 2020, 10:12 AM IST

વૉશિંગ્ટન: નવેમ્બરની શરૂઆતમાં અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણી થવાની છે. આ પહેલાં સોમવારે યુએસ ડેમોક્રેટક સંશોધનની શરૂઆત થઇ હતી. આ સંમેલનમાં અમેરિકાની પૂર્વ પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ બરાક ઓબામાની પત્ની મિશેલ ઓબામાએ પણ સંબોધન કર્યું હતું.

મિશેલે પોતાના ભાષણમાં અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર જોરદાર હુમલો કર્યો હતો. તેમણે કહ્યું કે, ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકી માટે 'ખોટા રાષ્ટ્રપતિ' છે. ડોનાલ્ડ ટ્રમ્પ અસમર્થ રાષ્ટ્રપતિ છે. તેમનામાં કોઈ સહાનુભૂતિ નથી. ટ્રમ્પ પ્રશાસનને સંપૂર્ણ રીતે નકારી કાઢતાં કહ્યું કે, "જ્યારે પણ અમે નેતૃત્વ, આશ્વાસન અથવા સ્થિરતાની આશા રાખીએ છીએ, ત્યારેે અમને ફક્ત ભાગલા, અરાજકતા અને સહાનુભૂતિનો અભાવ જોવા મળે છે."

તમને જણાવી દઈએ કે, અમેરિકામાં 3 નવેમ્બરના રોજ ચૂંટણી યોજાવાની છે. આ વખતે ડેમોક્રેટિક પાર્ટી તરફથી જો બિડેનને રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. જો બિડેન બરાક ઓબામાના કાર્યકાળમાં ઉપરાષ્ટ્રપતિ હતાં. આ વખતે તેઓ ટ્રમ્પ સામે રાષ્ટ્રપતિ પદની રેસમાં ઉભા છે. બિડેને ભારતીય-આફ્રિકન વંશની કમલા હેરિસને ઉપ-રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બનાવ્યાં છે. કમલા હેરિસ હાલમાં કેલિફોર્નિયાના સેનેટર છે.

ABOUT THE AUTHOR

...view details