અમેરિકાએ WHOના ફંડ પર રોક લગાવી - અમેરિકા ન્યૂઝ
અમેરિકાના રાષ્ટ્ર્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે (વિશ્વ આરોગ્ય સંગઠન) WHOની ભૂમિકાની સમીક્ષા કરી હતી. ત્યારબાદ તેને આપવામાં આવતા ફંડ પર રોક લગાવવાની જાહેરાત કરી હતી.
![અમેરિકાએ WHOના ફંડ પર રોક લગાવી World Health Organization](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6795967-569-6795967-1586920422439.jpg)
World Health Organization
વોશિંગ્ટનઃ અમેરિકાએ વિશ્વ આરોગ્ય સંગઠનના ફંડ પર રોક લગાવવાની જાહેરાત કરી છે. અમેરિકાના પ્રેસિડેન્ટ ટ્રમ્પે જણાવ્યું હતું કે,આ નિર્ણય કોરોના વાઈરસના જોખમને લઈ WHOની સમીક્ષા કર્યા બાદ લેવાયો છે. કારણ કે, આ સંગઠને વિશ્વભરમાં ફેલાયેલા કોવિડ -19ને ચીનમાં ફાટી નિકળ્યો ત્યારે તેની ગંભીરતાને ઢાંકવાનો પ્રયત્ન કર્યો હતો.