વૉશિંગ્ટનઃ અમેરિકામાં ટ્રમ્પ પ્રશાસન દ્વારા વિદેશી છાત્રોના વિઝા ઓનલાઇન કક્ષાઓ હેઠળ પ્રતિબંધિત કરવાના નિર્ણયની તીખી આલોચના કરવામાં આવી હતી. જે વચ્ચે દેશના 17 રાજ્યોએ કેસ દાખલ કર્યો હતો. આ કેસને ગૂગલ, ફેસબુક અને માઇક્રોસોફ્ટ સહિત એક ડઝનથી વધુ શીર્ષ અમેરિકી પ્રોદ્યોગિક કંપનીઓએ પણ સમર્થન આપ્યું હતું. આ કેસમાં સામેલ થવાની જાહેરાત કરી હતી.
કોર્ટની દખલ બાદ ટ્રમ્પ પ્રશાસનનો નિર્ણય, વિદેશી વિદ્યાર્થીના વિઝા પર નહીં લાગે પ્રતિબંધ - ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સ વિઝા
ભારે વિરોધ અને કોર્ટની દખલગીરી બાદ ટ્રમ્પ પ્રશાસને નિર્ણય કર્યો છે કે, ઓનલાઇન ક્લાસ કરનારા વિદેશી છાત્રો પર કોઇપણ પ્રકારના વિઝાનો પ્રતિબંધ લગાવાશે નહીં. તમને જણાવી દઇએ તો અમેરિકાએ 6 જુલાઇએ એવા છાત્રો પાસેથી સ્ટુડન્ટ્સ વિઝા પરત લેવાની જાહેરાત કરી હતી, જેના ક્લાસ કોરોનાને કારણે માત્ર ઓનલાઇન મોડલ પર થઇ રહ્યાં હતાં.
ક્લોરોડો, કનેક્ટિકટ, ડેલાવેયર, ઇલિનોઇસ, મેરીલેન્ડ, મેસાચુસેટ્સ, મિશિગન, મિનેસોટા, નેવાદા, ન્યૂજર્સી, ન્યૂ મેક્સિકો, ઓરેગન, પેન્સિલ્વેનિયા, રોડ આઇલેન્ડ, વરમોટ, વર્જીનિયા, વિસ્કોન્સિન રાજ્યોના અટોર્ની જનરલો દ્વારા પણ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. નવી વિઝા નીતિના વિરોધમાં હાર્વર્ડ યૂનિવર્સિટી અને એમઆઇટીની સાથે 60થી વધુ વિશ્વવિદ્યાલયે પણ અદાલતનો આશરો લીધો હતો.
અમેરિકાના 17 રાજ્યોએ એક તર્કનો હવાલો આપીને કેસ દાખલ કર્યો હતો કે, ટ્રમ્પ પ્રશાસનના નવા નિયમ દેશમાં સ્વાસ્થય મહામારી દરમિયાન 13 માર્ચે જાહેર કરેલા દિશા-નિર્દેશોનું ઉલ્લંઘન છે. આ નિયમો હેઠળ સ્કૂલ અને કોલેજોની સાથે બીજી સંસ્થાનોને પણ છૂટ આપવામાં આવી હતી કે, એફ-1 અથવા એમ-1 વિઝાધારક મહામારી દરમિયાન ઓનલાઇન ક્લાસ કરી શકે છે.