ગુજરાત

gujarat

ETV Bharat / international

અંતે ટ્રમ્પ આરોપ મુક્ત, મહાભિયોગથી બચનાર 3 અમેરિકન રાષ્ટ્રપતિ - મહાભિયોગ

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને મોટી રાહત મળી છે. અમેરિકન સેનેટે ટ્રમ્પને મહાભિયોગના તમામ આરોપથી મુક્ત કર્યા છે. વ્હાઈટ હાઉસની પ્રેસ સચિવ સારા સૈડન્સ કહ્યું કે, અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર ડેમોક્રેટસ દ્વારા મહાભિયોગ માટે લગાવેલા તમામ આરોપ રદ્દ કરવામાં આવ્યાં છે.

etv bharat
etv bharat

By

Published : Feb 6, 2020, 10:06 AM IST

Updated : Feb 6, 2020, 10:21 AM IST

વૉશિગ્ટન: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને મોટી રાહત મળી છે. અમેરિકન સેનેટે ટ્રમ્પને મહાભિયોગના તમામ આરોપથી મુક્ત કર્યા છે. વ્હાઈટ હાઉસની પ્રેસ સચિવ સારા સૈડન્સ કહ્યું કે, અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર ડેમોક્રેટસ દ્વારા મહાભિયોગ માટે લગાવેલા તમામ આરોપ રદ્દ કરવામાં આવ્યાં છે.

મહત્વનું છે કે, ટ્રમ્પ પર સત્તાનો દુરઉપયોગ અને સંસદની કાર્યવાહી બાધિત કરવાના આરોપ હતો. રિપબ્લિકન સીનેટર મીટ રોમનીએ ટ્રમ્પની સજા માટે કરેલા મતદાન, સીનેટે મહાભિયોગના નિરાધાર લેખોનો અસ્વીકાર કરવા માટે મતદાન કર્યું હતું. રાષ્ટ્રપતિ ટમ્પ સામે ડેમોક્રેટ્સ અને રિપબ્લિકન રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર મહાભિયોગ માટે મત કર્યું હતું.

ટ્રમ્પ પર પોતાના પદનો દુરુપયોગ કરવા અને કૉંગ્રેસને અડચણ પહોંચાડવાના આરોપમાં ડિસેમ્બરમાં મહાભિયોગની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. જેમાં ડેમોક્રેટિક પાર્ટીના હાઉસ ઑફ રિપ્રેઝન્ટેટિવએ ટ્રમ્પ પર આ આરોપમાં મહાભિયોગ ચલાવ્યો હતો. ટ્રમ્પ 2020 અને આગળના સમયમાં અમેરિકન લોકો માટે પોતાનું કાર્ય ચાલુ રાખવા આતુર છે. આ પહેલા અમેરિકી રાષ્ટ્રપતિ ડ્રોનાલ્ડ ટ્રંપે કહ્યું હતું કે, મહાભિયોગમાં છૂટકારા અંગે ગુરુવારે જાહેર નિવેદન આપીશ.

નોંધનીય છે કે, આ પહેલા 17મા રાષ્ટ્રપતિ ડેમોક્રેટિક પાર્ટીના જોનસન વિરુદ્ધ ગુનો અને દુરાચારના આરોપોમાં હાઉસ ઓફ રિપ્રેઝેન્ટેટિવ્સમાં મહાભિયોગ પ્રસ્તાવ પાસ થયો હતો. સેનેટમાં જોનસનના પક્ષમાં મતદાન થયું હતું અને તેઓ રાષ્ટ્રપતિ પદ પરથી હટવાથી બચ્યા હતા. આવી જ રીતે 42માં રાષ્ટ્રપતિ બિલ ક્લિન્ટનને જ્યુરી સામે ખોટા સાક્ષી બનવા અને ન્યાય આપવામાં અડચણ ઊભી કરવાના કેસમાં મહાભિયોગનો સામનો કરવો પડ્યો હતો.

Last Updated : Feb 6, 2020, 10:21 AM IST

ABOUT THE AUTHOR

...view details