વૉશિંગટન: અમેરિકામાં વ્હાઈટ હાઉસ બહાર ગોળીબાર શરુ થયો હતો, ત્યારબાદ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને વ્હાઈટ હાઉસના બ્રીફિંગ રુમથી સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. આ વાતની જાણકારી ડોનાલ્ડ ટ્રમ્પે ટ્વીટ કરી આપી હતી. આ અંગે ટ્રમ્પે કહ્યું કે, સિક્રેટ સર્વિસના અધિકારીઓ દ્વારા તરત જ કાર્યવાહી શરુ કરાઈ છે.
વ્હાઈટ હાઉસની બહાર ફાયરિંગ, ડોનાલ્ડ ટ્રમ્પે અધવચ્ચે છોડવી પડી પ્રેસ બ્રિફિંગ - રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ
અમેરિકામાં વ્હાઈટ હાઉસની બહાર ગોળીબારીની ઘટના બની હતી. આ દરમિયાન અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પની પ્રેસ બ્રીફિંગ પર પ્રભાવ પડ્યો છે. આ ફાયરિંગની ઘટના બાદ સિક્રેટ સર્વિસના અધિકારીઓએ કાર્યવાહી શરૂ કરી છે.
ટ્રમ્પે કહ્યું કે, વ્હાઈટ હાઉસની બહાર ગોળીબાર શરુ થયો હતો, પરંતુ હાલમાં સ્થિતિ નિયંત્રણમાં છે. હું સિક્રેટ સર્વિસના અધિકારીઓને ઝડપથી અને પ્રભાવી કામ કરવા બદલ ઘન્યવાદ આપવા માંગુ છું. આ ફાયરિંગ કરનારા વ્યક્તિને ગોળી વાગી છે. જેને હોસ્પિટલ લઈ જવાયો છે. ગોળીબારની ઘટનામાં કોઈ ઘાયલ થયા નથી.
આ સમગ્ર ઘટનાથી ટ્રમ્પની પ્રેસ બ્રીફિંગ પર અસર પડી હતી. મળતી જાણકારી અનુસાર, ગોળીબારની ઘટનાની જાણ થતા જ ડોનાલ્ડ ટ્રમ્પને તરત જ સુરક્ષિત સ્થળે ખસેડાયા હતાં. મળતી માહિતી મુજબ અમેરિકામાં વ્હાઈટ હાઉસની બહાર ફાયરિંગની ઘટનાની જાણકારી ટ્રમ્પે પોતે આપી. કહેવાય છે કે તે વખતે વ્હાઈટ હાઉસની અંદર પ્રેસ બ્રિફિંગ ચાલતી હતી. ફાયરિંગના કારણે રાષ્ટ્રપતિ ટ્રમ્પની બ્રિફિંગ પણ પ્રભાવિત થઈ. થોડા સમય માટે તેમને પોડિયમથી ઉતરવાનું કહેવાયું હતું. જો કે બહુ જલદી સિક્રિટ સર્વિસના અધિકારીઓએ કાર્યવાહી કરતા આરોપીને ગોળી મારી છે.