વોશીંગટન : અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડન ( US president Joe Biden ) એ બુધવારે કહ્યું કે , તેઓ અફઘાનિસ્તાનમાં ત્યાં સુધી અમેરિકન સૈનિકો રાખવા માટે કટીબદ્ધ છે જ્યાં સુધી અફઘાનિસ્તાનમાં રહેલો દરેક અમેરિકન ( Americans ) સુરક્ષિત બહાન નીકળી જાય , ભલે પછી 31 ઓગસ્ટ સુધી પણ સેનાએ ત્યાં રહેવું પડે તો અમે રાખીશું પરંતુ અફઘાનિસ્તાનમાં રહેલો છેલ્લો અમેરિકન નાગરીક અફઘાનિસ્તાન છોડશે પછી જ સેના પરત આવશે.
બાઈડને અફઘાનિસ્તાનથી અમેરિકાની સેનાને ( US Troops ) પરત બોલાવા માટે 31 ઓગસ્ટ સુધીની સમયસીમા નક્કી કરી હતી. તેમણે એ ટીકાઓનો પણ જવાબ આપ્યો કે અમેરિકાએ નાગરિકોને સુરક્ષિત બહાર પહોંચાડવા અને સૈનિકોને પરત બોલાવા પર કામ કરવું જોઈતુ હતું.
'એબીસી ન્યૂઝ' ને અપાયેલા એક ઈન્ટરવ્યૂમાં બાઈડને કહ્યું કે, 'અમેરિકા સમયસીમા ( 31 ઓગસ્ટ ) પહેલા જ અમેરિકન નાગરીકો અને અમેરિકાના સહયોગીઓને સુરક્ષિત બહાર કાઢવાના દરેક સંભવ પ્રયાસ કરશે.'
જ્યારે તેમને સવાલ પુછાયો કે 31 ઓગસ્ટ પછી અફઘાનિસ્તાનમાં અમેરિકન નાગરીકોને ઇવેક્યુએશન ઓપરેશનમાં ( evacuation ) કઈ રીતે મદદ કરાશે ? ત્યારે બાઈડને ( Joe Biden ) જવાબ આપતા કહ્યું હતું કે, ' જો કોઈ અમેરિકન નાગરીક ત્યાં બાકી બચી જાય છે તો અમે ત્યાં સુધી અફઘાનિસ્તાનમાં રહીશુ જ્યાં સુધી તેમને બહાર ન કાઢી લઈએ.' તાલિબાને ગત સપ્તાહે અફઘાનિસ્તાન પર કબજો કર્યો ત્યારથી 15 હજાર અમેરિકન નાગરીકો ત્યાં ફસાયેલા છે.
રક્ષા પ્રધાન લોયડ ઓસ્ટિનને ( lloyd austin ) બુધવારે કહ્યું કે , અમેરિકન સૈન્ય પાસે અફઘાનિસ્તાનમાં કાબુલ એરપોર્ટને ( kabul airport ) સુરક્ષિત કરવા અને રાજધાનીમાં અન્યત્ર જોખમી પરિસ્થિતિમાં રહેતા અફઘાન નાગરિકોને બહાર કાઢવા માટે અફઘાનિસ્તાનમાં દળો અને હથિયારો નથી.