વોશિગ્ટન: ત્રણ ભારતીય કંપનીઓને નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશને (NASA) કોરોના વાઈરસના દર્દીઓની સારવાર માટે તૈયાર કરાયેલા વેન્ટિલેટર બનાવવાનું લાયસન્સ મેળવ્યું છે. આ ત્રણ ભારતીય કંપનીઓમાં આલ્ફા ડિઝાઈન ટેક્નોલોજીસ, ભારત ફોર્જ અને મેધા સર્વો ડ્રાઈવ્સનો સમાવેશ થાય છે.
ભારતીય કંપનીઓ ઉપરાંત અન્ય 18 કંપનીઓમાં 8 કંપની અમેરિકાની, ત્રણ બ્રાઝિલની કંપનીઓની પણ વેન્ટિલેટરના ઉત્પાદન માટે પસંદગી કરવામાં આવી છે. NASA સ્પેસ સંશોધન, એરોનોટિક્સ અને સંલગ્ન અભિયાન હાથ ધરતી એક સ્વતંત્ર એજન્સી છે. નાસાએ ખાસ કોરોના વાઈરસના દર્દીઓ માટે દક્ષિણ કેલિફોર્નિયા સ્થિત તેની જેટ પ્રોપલ્શન લેબોરેટરીમાં આ વેન્ટિલેટરનું નિર્માણ કર્યું છે. JPL એન્જિનિયર્સે આ ખાસ વેન્ટિલેટરને ‘વાઈટલ’ નામ આપ્યું છે. આ વેન્ટિલેટરને એક મહિનાના ટૂંકા ગાળામાં ફૂડ એડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન તરફથી ઈમર્જન્સી યુઝ ઓથોરઆઝેશન પ્રાપ્ત થયું છે તેમ નાસાએ જણાવ્યું હતું.