ગુજરાત

gujarat

ETV Bharat / international

અફઘાનિસ્તાનની સ્થિતિ અંગે UNSCની ઈમરજન્સી બેઠક, ભારતની અધ્યક્ષતામાં આ બીજી બેઠક - UNSCના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસ

તાલિબાને અફઘાનિસ્તાન પર કબજો કરી લેતા આજે સવારે 10 વાગ્યે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)એ ઈમરજન્સી બેઠક (Emergency meeting) બોલાવી છે, જેમાં મહાસચિવ પરિષદને જાણકારી આપશે. આ પરિષદમાં ભારતની અધ્યક્ષતામાં અફઘાનિસ્તાન પર આ બીજી બેઠક છે. એસ્ટોનિયા અને નોર્વેના તાત્કાલિક સત્રનો અનુરોધ કર્યો છે.

અફઘાનિસ્તાનની સ્થિતિ અંગે UNSCની ઈમરજન્સી બેઠક, ભારતની અધ્યક્ષતામાં આ બીજી બેઠક
અફઘાનિસ્તાનની સ્થિતિ અંગે UNSCની ઈમરજન્સી બેઠક, ભારતની અધ્યક્ષતામાં આ બીજી બેઠક

By

Published : Aug 16, 2021, 11:21 AM IST

  • અફઘાનિસ્તાનની સ્થિતિને જોતા સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)ની આજે ઈમરજન્સી બેઠક (Emergency meeting)
  • UNSCના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસ પરિષદને જાણકારી આપશે
  • એસ્ટાનિયા અને નોર્વેના અનુરોધ પર આજે UNSCની ઈમરજન્સી બેઠક યોજાઈ

ન્યૂ યોર્કઃ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)એ આજે ઈમરજન્સી બેઠક બોલાવી છે, જેમાં મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસ પરિષદને જાણકારી આપશે. આ પરિષદમાં ભારતની અધ્યક્ષતામાં અફઘાનિસ્તાન પર બીજી બેઠક યોજી છે. એસ્ટોનિયા અને નોર્વેના આ તાત્કાલિક સત્રનો અનુરોધ કર્યો છે. આ વક્તવ્યમાં એ પણ કહેવામાં આવ્યું હતું કે, મહાસચિવ અફઘાનિસ્તાન પર સુરક્ષા પરિષદની ખૂલ્લી બેઠકને પણ સંબોધિત કરશે. સમાચાર એજન્સીઓ અનુસાર, સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC) એસ્ટાનિયા અને નોર્વેના અનુરોધ પર અફઘાનિસ્તાનની સ્થિતિ પર સોમવારે ઈમરજન્સી બેઠક કરશે.

આ પણ વાંચો-અફઘાનિસ્તાન છોડી ચૂકેલા રાષ્ટ્રપતિ ગનીએ લખી ભાવુક ચિઠ્ઠી

UNના પ્રમુખે ગૃહયુદ્ધને ખતમ કરવા વાતચીતની અપીલ કરી

સંયુક્ત રાષ્ટ્રના પ્રમુખે શુક્રવારે તાલિબાનથી અફઘાનિસ્તાનમાં હુમલો રોકવાનો આગ્રહ કર્યો હતો. તેમણે લાંબા સમયથી ચાલી રહેલા ગૃહયુદ્ધને ખતમ કરવા માટે પણ વાતચીતની અપીલ કરી હતી. આ સાથે જ તેમણે શરૂઆતી સંકેતો પર પણ અફસોસ દર્શાવ્યો હતો કે, તાલિબાન પોતાના નિયંત્રણવાળા વિસ્તારોમાં વિશેષ રીતે મહિલાઓ અને પત્રકારોને નિશાન બનાવીને કઠોર પાબંધી લગાવી રહ્યું છે.

આ પણ વાંચો-અફઘાનિસ્તાનની સ્થિતિ ભારત માટે સારો સંકેત નથી: કેપ્ટન અમરિંદર સિંહ

અફઘાનિસ્તાનમાં માનવાધિકારોનું હનન અને ઉલ્લંઘન થઈ રહ્યું છે

અફઘાનિસ્તાનમાં બદલાતી સ્થિતિ પર ચિંતા વ્યક્ત કરતા સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસે રવિવારે તાલિબાન અને અન્ય તમામ પક્ષોથી પણ ધીરજ રાખવાનું આહ્વાન કર્યું હતું. તેમણે કહ્યું હતું કે, જીવનની રક્ષા કરો અને સુનિશ્ચિત કરો કે માનવીય જરૂરિયાતોને પૂરી કરી શકાય છે. અફઘાનિસ્તાન સરકારને પાડવા અને તાલિબાનના કાબૂલ પર નિયંત્રણ સમાપ્ત કરવાના કેટલાક કલાકો પછી એક નિવેદનમાં ગુટેરેસે જણાવ્યું હતું કે, સંઘર્ષ સેંકડો, હજારો લોકોને પોતાના ઘરથી ભાગવા માટે મજબૂર કરી રહ્યો છે. આ લડાઈથી સૌથી વધુ પ્રભાવિત સમુદાયોમાં ગંભીર માનવાધિકારોના હનન અને ઉલ્લંખનના સમાચાર મળી રહ્યા છે.

ABOUT THE AUTHOR

...view details