- પ્રતિબંદ્ધો આચરણ પર આધાર રાખે છે: બાઈડેન
- અમેરીકા આપી શકે છે તાલિબાનને જવાબ
- પોતાના નાગરીકોને બહાર કાઢવા માટે અમેરીકા કટીબદ્ધ
વોશ્ગિટન: અમેરીકી રાષ્ટ્રપતિ જો બાઈડને રવિવારે તાલિબાનના વિરૂદ્ધ સંભવિત પ્રતિબંદ્ધને હટાવવા બાબતે ના પાડી છે, પણ સાથે બાઈડેને કહ્યું છે કે, " તે આંતકવાદિ સમુહના આચરણ પર નિર્ભર કરે છે કે જેણે કાબુલમાં લોકતાત્રિંક રૂપથી ચયન પામેલી સરકારને જબરજસ્તી બદલ્યા બાદ કેટલાય આશ્વાસન આપ્યા છે.
તાલિબાનના આચરણ પર નિર્ભર કરે છે
રૂઝવેલ્ટ રૂમમાં બાઈડેનને પૂછવામાં આવ્યું હતું કે, " શું તે કેટલીક શર્તોને આધીન તાલિબાનની વિરૂદ્ધ પ્રતિબંદ્ધોનું સમર્થન કરશે ? તો આ વાત પર જો બાઈડેને હા માં જવાબ આપ્યો હતો. આ આચરણ પર નિર્ભર કરે છે. બિડેને એ પણ કહ્યું કે, " અમેરીકાએ કાબુલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટની આજુબાજુ સુરક્ષિત ક્ષેત્રનો વિસ્તાર કર્યો છે અને કહ્યું છે કે, અમેરીકી સૈન્ય અધિકારીઓની સાથે 31 ઓગસ્ની સમય સીમાંથી આગળ નિકાશી મિશનને લંબાવવા બાબતે ચર્ચા કરી રહ્યા છે.
આ પણ વાંચો : અફઘાનિસ્તાન: છેલ્લો કિલ્લો જીતવા માટે તાલિબાનીઓ બહાર આવ્યા, પંજશીરના સિંહોએ મોરચો સંભાળ્યો