ગુજરાત

gujarat

ETV Bharat / international

કોરોના સામે લડવામાં અમેરિકા ભારતની સાથે મળીને કામ કરી રહ્યું છેઃ વ્હાઈટ હાઉસ - અમેરિકા ભારતની સાથે મળીને કામ કરી રહ્યું

ભારતમાં કોરોનાના કારણે સર્જાયેલી પરિસ્થિતિના કારણે ભારતની મદદ કરવા માટે અમેરિકા પણ આગળ આવ્યું છે. અમેરિકાથી સતત ભારતને મદદ મોકલવામાં આવી રહી છે. ત્યારે અમેરિકાના પ્રાઈવેટ સેક્ટરે ભારતને મદદ કરવા માટે 400 મિલિયન ડોલરનું દાન કર્યું છે.

કોરોના સામે લડવામાં અમેરિકા ભારતની સાથે મળીને કામ કરી રહ્યું છેઃ વ્હાઈટ હાઉસ
કોરોના સામે લડવામાં અમેરિકા ભારતની સાથે મળીને કામ કરી રહ્યું છેઃ વ્હાઈટ હાઉસ

By

Published : May 12, 2021, 10:58 AM IST

  • અમેરિકા ભારતની મદદ કરવા આગળ આવ્યું
  • અમેરિકાનું પ્રાઈવેટ સેક્ટર ભારતને 400 મિલિયન ડોલરની મદદ કરશે
  • અમેરિકા સતત ભારતને મદદ પહોંચાડી રહ્યું છે

વોશિંગ્ટનઃ અમેરિકા ભારતમાં કોરોનાની સર્જાયેલી સ્થિતિ સામે લડવામાં ભારતની પડખે ઉભું રહ્યું છે. હવે અમેરિકાની સરકારના 100 મિલિયન ડોલર સહિત અમેરિકાનું પ્રાઈવેટ સેક્ટર 400 મિલિયન ડોલરની ભારતને મદદ પહોંચાડશે.

આ પણ વાંચોઃIAF એરક્રાફ્ટ UKથી 450 ઓક્સિજન સિલિન્ડર લઈને ચેન્નઈ પહોંચ્યું

અત્યાર સુધી 2.61 લાખ રેમડેસિવિર પહોંચાડાયા

અમેરિકાના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, અમે ભારતને બનતી તમામ મદદ પહોંચાડી રહ્યા છે. આ માટે અમે ભારતના સંપર્કમાં છીએ. આ પહેલા અમેરિકામાં ભારતના એમ્બેસેડર તરણજિત સંધુએ પણ અમેરિકાના તંત્ર સાથે વાતચીત કરી હતી. આ સાથે જ રેમડેસિવિરનું 78,000 ડોઝનું ચોથું કન્સાઈન્મેન્ટ ગિલેન્ડ સાયન્સિઝમાંથી ભારત પહોંચાડવામાં આવ્યું છે. અત્યાર સુધી 2,61,000 રેમડેસિવિર પહોંચાડી દેવાા છે.

આ પણ વાંચોઃમુન્દ્રા પોર્ટથી 140 મેટ્રિક ટન લિક્વિડ ઓક્સિજન રેલ માર્ગે દિલ્હી મોકલાયું

અમેરિકાની સંરક્ષણ એજન્સી 159 ઓક્સિજન કોન્સન્ટ્રેટર તૈયાર કરી રહી છે

અત્યારે ભારતમાં કોરોનાના કેસની સંખ્યા 4 લાખથી વધુ આવી રહી છે. ત્યારે કોરોનાથી મૃત્યુની પણ સંખ્યા વધી રહી છે, જે ચિંતાનો વિષય છે. અમેરિકાની સંરક્ષણ એજન્સી 159 ઓક્સિજન કોન્સન્ટ્રેટર તૈયાર કરી રહી છે.

ABOUT THE AUTHOR

...view details