ગુજરાત

gujarat

ETV Bharat / international

અમેરિકાએ 10 વર્ષ પહેલા આતંકી ઓસામાને ઘરમાં ઘૂસીને મારવાના હુમલાને યાદ કર્યો

અમેરિકાના સુરક્ષા બળો દ્વારા પાકિસ્તાનમાં કરવામાં આવેલા હુમલાને અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડને શનિવારે યાદ કર્યો હતો. આ હુમલામાં કુખ્યાત આતંકવાદી ઓસામા બિન લાદેનને ઠાર મારવામાં આવ્યા હતા. આ સાથે જ રાષ્ટ્રપતિએ કહ્યું હતું કે, અમેરિકા પોતાના લોકોને સુરક્ષિત રાખવા માટે સક્ષમ અને પ્રતિબદ્ધ છે.

અમેરિકાએ 10 વર્ષ પહેલા આતંકી ઓસામાને ઘરમાં ઘૂસીને મારવાના હુમલાને યાદ કર્યો
અમેરિકાએ 10 વર્ષ પહેલા આતંકી ઓસામાને ઘરમાં ઘૂસીને મારવાના હુમલાને યાદ કર્યો

By

Published : May 3, 2021, 9:37 AM IST

  • અમેરિકાએ 10 વર્ષ પહેલા 2011માં ઓસામા બિન લાદેનને ઘરમાં ઘૂસીને માર્યો હતો
  • અમેરિકાએ 9/11ના હુમલાના આરોપી કુખ્યાત આતંકવાદી લાદેન પર કરેલા હુમલાને યાદ કર્યો
  • 9/11માં જેણે પણ સ્વજનો ગુમાવ્યા હતા તે તમામને અમે આતંકવાદીને મારવાનું વચન આપ્યું હતુંઃ રાષ્ટ્રપતિ

વોશિંગ્ટનઃ અમેરિકાએ 9/11ના આતંકી હુમલાના આરોપી કુખ્યાત આતંકવાદી ઓસામા બિન લાદેનને પાકિસ્તાનમાં તેના ઘરમાં ઘૂસીને ઠાર માર્યો હતો. વર્ષ 2011માં અમેરિકાએ આ કુખ્યાત આતંકવાદીને ઠાર માર્યો હતો. અમેરિકાના રાષ્ટ્રપતિ સહિત અમેરિકાના લોકોએ આ ઘટનાને યાદ કરી હતી. રાષ્ટ્રપતિ જો બાઈડને કહ્યું હતું કે, 9/11ના આતંકી હુમલામાં જેણે પણ પોતાના સ્વજનો ગુમાવ્યા હતા. તે તમામને અમે એક વચન આપ્યું હતું કે, આ આતંકી હુમલામાં શામેલ કોઈ પણ આતંકવાદીને માફ કરવામાં નહીં આવે અને અમે બદલો લઈશું અને વર્ષ 2011માં અમે બદલો લઈ પણ લીધો.

આ પણ વાંચોઃલાદેનની હત્યા બાદ જરદારીએ પત્ની બેનજીરને યાદ કર્યાઃ ઓબામા

એબટાબાદમાં જ્યાં લાદેન રહેતો હતો ત્યાં ઘરમાં ઘૂસીને અમેરિકાએ તેને મારી નાખ્યો હતો

આતંકી સંગઠન અલ-કાયદાના સંસ્થાપક ઓસામા બિન લાદેનને 2 મે 2011એ પાકિસ્તાનના એબટાબાદમાં અમેરિકાના સુરક્ષા બળોએ ઘરમાં ઘૂસીને ઠાર માર્યો હતો. તેને પાકિસ્તાનમાં કમ્પાઉન્ડમાં ગોળીબાર દરમિયાન માથામાં ગોળી વાગી હતી. જે જગ્યાએ કુખ્યાત આતંકવાદી ઓસામાં રહેતો હતો. તે જ જગ્યા પર અમેરિકાએ હુમલો કર્યો હતો.

આ પણ વાંચોઃજમ્મુ કાશ્મીર: ISનો કમાન્ડર ઝડ્પાયો, આતંકી હુમલાનું કાવતરું નિષ્ફળ

વર્ષ 2011માં થયેલા હુમલા વખતા બાઈડન અમેરિકાની રાષ્ટ્રીય સુરક્ષા ટીમના સભ્ય હતા

રાષ્ટ્રપતિએ કહ્યું હતું કે, અમે અલકાયદા અને તેના નેતાઓનો પીછો કરતા કરતા અફઘાનિસ્તાનમાં યુદ્ધ માટે પણ ગયા હતા. આખરે લાદેન પાકિસ્તાનમાં મળતા અમે તેને ઘરમાં ઘૂસીને માર્યો હતો. આપને જણાવી દઈએ કે, 10 વર્ષ પહેલા જ્યારે અમેરિકાએ લાદેન પર હુમલો કર્યો હતો ત્યારે જો બાઈડન અમેરિકાના તત્કાલીન રાષ્ટ્રપતિ બરાક ઓબામાની રાષ્ટ્રીય સુરક્ષા ટીમમાં હતા અને તેઓ સિચ્યૂએશન રૂમમાં હુમલાના સાક્ષી પણ હતા.

ABOUT THE AUTHOR

...view details