વૉશિંગ્ટનઃ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના કેમ્પેન મેનેજરે શુક્રવારે કહ્યું કે, નવેમ્બરમાં થનારી રાષ્ટ્રપતિની ચૂંટણી પહેલા ટ્રમ્પના ચૂંટણી અભિયાનના કાર્યક્રમો સ્થગિત કરવામાં આવશે અથવા વર્ચ્યુઅલી આયોજિત કરવામાં આવશે. આ નિર્ણય ટ્રમ્પે કોરોનાથી સંક્રમિત થયા બાદ લીધો છે. ટ્રમ્પના કેમ્પેન મેનેજરે કહ્યું કે, રાષ્ટ્રપતિની ભાગીદારીથી જોડાયેલા બધા પૂર્વ જાહેર અભિયાન કાર્યક્રમ વર્ચ્યુઅલી આયોજિત કરવામાં આવશે અથવા તેને સ્થગિત કરવામાં આવશે.
ડોનાલ્ડ ટ્રમ્પના કોરોના સંક્રમિત થયા બાદ ચૂંટણી અભિયાન પર પડશે અસર - ટ્રમ્પ અને મેલાનિયા કોરોના ન્યૂઝ
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના કેમ્પેન મેનેજરે શુક્રવારે કહ્યું કે, નવેમ્બરમાં થનારી રાષ્ટ્રપતિની ચૂંટણી પહેલા ટ્રમ્પના ચૂંટણી અભિયાનના કાર્યક્રમો સ્થગિત કરવામાં આવશે અથવા વર્ચ્યુઅલી આયોજિત કરવામાં આવશે.
Trump, stricken by COVID-19
કેમ્પેન મેનેજરે વધુમાં નિવેદન આપતા જણાવ્યું કે, ફર્સ્ટ લેડી મેલાનિયા ટ્રમ્પ સાથે જોડાયેલા કાર્યક્રમો પણ સ્થગિત કરવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે, કેમ્પેનના અન્ય બધા કાર્યક્રમો પર એક-એક કરીને નિર્ણય લેવામાં આવશે અને અમે આગામી દિવસોમાં કોઇ પ્રાસાંગિક જાહેરાત કરીશું. જો કે, ઉપરાષ્ટ્રપતિ માઇક પેન્સ ચૂંટણી કેમ્પેનને શરૂ રાખશે.