ગુજરાત

gujarat

ETV Bharat / international

ભારત અને ચીન વચ્ચે અવિશ્વાસનો માહોલ ચરમસીમાએઃ અમેરિકી એડમિરલ - મેરિકા અને ભારત વચ્ચે સૈન્ય સંબંધ

અમેરિકાના એક ટોચના એડમિરલ જોન સી. એક્યૂલિનોએ કહ્યું હતું કે, એક તરફ જ્યાં અમેરિકા અને ભારત વચ્ચે સૈન્ય સંબંધ અત્યાર સુધીના સર્વશ્રેષ્ઠ સ્તર પર છે. જ્યારે ભારત અને ચીન વચ્ચે અવિશ્વાસનો માહોલ ચરમસીમાએ છે. પોતાની ઉત્તરી સીમાને સુરક્ષિત કરવાના ભારતના પ્રયાસોની પણ સરાહના કરી હતી.

ભારત અને ચીન વચ્ચે અવિશ્વાસનો માહોલ ચરમસીમાએઃ અમેરિકી એડમિરલ
ભારત અને ચીન વચ્ચે અવિશ્વાસનો માહોલ ચરમસીમાએઃ અમેરિકી એડમિરલ

By

Published : Mar 24, 2021, 1:49 PM IST

  • અમેરિકાના ટોચના એડમિરલ જોન સી. એક્યૂલિનોનો દાવો
  • હિન્દ મહાસાગરમાં ચીનની કાર્યવાહી બિનપારદર્શક
  • ઉત્તરી સીમાને સુરક્ષિત કરવાના ભારતના પ્રયાસોની સરાહના

આ પણ વાંચોઃપાકિસ્તાનમાં એસસીઓ કવાયત કરે છે, પરંતુ શું ભારત જશે?

વોશિંગ્ટનઃ અમેરિકાના એક ટોચના એડમિરલ જોન સી. એક્યૂલિનોએ કહ્યું હતું કે, એક તરફ જ્યાં અમેરિકા અને ભારત વચ્ચે સૈન્ય સંબંધ અત્યાર સુધીના સર્વશ્રેષ્ઠ સ્તર પર છે. જ્યારે ભારત અને ચીન વચ્ચે અવિશ્વાસનો માહોલ ચરમસીમાએ છે. પોતાની ઉત્તરી સીમાને સુરક્ષિત કરવાના ભારતના પ્રયાસોની પણ સરાહના કરી હતી. એડમિરલે આરોપ લગાવ્યો છે કે, હિન્દ મહાસાગરમાં ચીનની દગો આપનારી કાર્યવાહી અને પારદર્શકતામાં કમીએ સ્થિરતા અને સુરક્ષા માટે જોખમ ઊભું કર્યું છે.

આ પણ વાંચોઃબ્રિટને લગાવ્યો ચીનનાં 4 અધિકારીઓ પર પ્રતિબંધ, આ કારણથી લીધો નિર્ણય

વન બેલ્ટ વન રોડ પહેલ અંતર્ગત ચીનની ગતિવિધિઓ શંકાસ્પદઃ અમેરિકા

એડમિરલ જોન. સી. એક્યૂલિનોએ ચીનની સાથે એક મહિના સુધી ચાલેલા ઘર્ષણમાં પોતાની ઉત્તરી સીમાને સુરક્ષિત કરવાના ભારતના પ્રયાસોની સરાહના કરી હતી. એડમિરલે જણાવ્યું કે, ભારત અને ચીન વચ્ચે અવિશ્વાસનો માહોલ ચરમસીમાએ છે. લાઈન ઓફ એક્ચ્યૂઅલ કન્ટ્રોલ (LAC) પર થયેલી ઝડપના પરિણામરૂપે દ્વિપક્ષી સંબંધ બગડ્યા છે. વન બેલ્ટ વન રોડ પહેલ અંતર્ગત ચીનની ગતિવિધિઓ શંકાસ્પદ છે. અમેરિકા અને ભારત વચ્ચે સૈન્ય સંબંધ અત્યાર સુધીના સર્વશ્રેષ્ઠ સ્તર પર છે.

ABOUT THE AUTHOR

...view details