વોશિંગ્ટન: અમેરિકામાં બોસ્ટન અને મૈસાચુસેટસમાં પોલીસ અને દેખાવકારો વચ્ચે ઘર્ષણની તસવીર સામે આવી છે. અમેરિકાના લોકોમાં આફ્રિકન અમેરિકી વ્યકિત જોર્જ ફ્લૉઈડના મોતને લઈ લોકો રોષે ભરાયા છે અને સતત વિરોધ પ્રદર્શન કરી રહ્યાં છે. આ સ્થિતિને કાબુમાં કરવા પોલીસે ટીયર ગેસ છોડવા પડ્યા હતાં.
વિરોધ પ્રદર્શનના પગલે યુએસ સિક્રેટ સર્વિસના એજન્ટો રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને વ્હાઇટ હાઉસના બંકર પર લઈ ગયા હતા. આપને જણાવી દઈએ કે આતંકવાદી હુમલાઓ જેવી ઈમરજન્સીની સ્થિતિમાં બચવા માટે વ્હાઈટ હાઉસનમાં બંકર ડિઝાઈન કરવામાં આવ્યા છે.
વિરોધ અને હિંસા દરમિયાન સેંકડો વિરોધીઓ વ્હાઇટ હાઉસની બહાર ભેગા થયા હતા, ત્યારે રોષે ભરાયેલા લોકોએ પોલીસ બેરીકેડ્સ ઉપર પથ્થરમારો કર્યો હતો અને તોડફોડ પણ કરી હતી.
અમેરિકામાં જોર્જ ફ્લૉઈડના મોતને લઈ લોકોનું વિરોધ પ્રદર્શન
અમેરિકામાં અશ્વેત નાગરિક જોર્જ ફ્લૉઈડના મૃત્યુ બાદ અમેરિકામાં રંગભેદ સામે સતત વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે. જેના પગલે મિનેસોટાના ગર્વનરે લૉસ એન્જલસ સહિત અનેક રાજ્યોમાં લાગૂ કરવામાં આવેલા કરફ્યૂની મુદ્દતમાં વધારો કર્યો હતો.
મિનેસોટાના ગવર્નર ટીમ વાલ્જે ટ્વિટ કરી કહ્યું કે અમને લાગે છે કે આ વિરોધ પ્રદર્શનમાં કેટલાક લોકો ઘુસપેઠ કરી રહ્યાં છે, તે જ કારણે કર્ફયુ એક દિવસ માટે વધારી રહ્યાં છીએ. રવિવારે રાત્રે 8 વાગ્યાથી સોમવારે સવારના 6 વાગ્યા સુધી કર્ફયુ રહ્યો હતો.
આ સમગ્ર બબાલ એક પોલીસ અધિકારીના કારણે થઈ છે, તેમણે 25 મે ના રોજ 46 વર્ષીય જોર્જ ફ્લૉઈડ ગરદન પર દબાણ આપી પકડી રાખ્યો હતો. આ દરમિયાન ફ્લૉઈડ કહેતો રહ્યો કે મને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી છે.. પ્લીઝ મને છોડી દો.. હું શ્વાસ નથી લઈ શકતો. પરંતુ પોલીસની નિર્મમતાને લીધે ફ્લૉઈડે પોતાને જીવ ગુમાવ્યા પડ્યો.
આ ઘટનાને લઈ લોકો રોષે ભરાયાં છે અને વિરોધ પ્રદર્શન કરી રહ્યાં છે. લોકોને ભારે દેખાવોના પરિણામે શહેરમાં કર્ફ્યુ લાગવાની ફરજ પડી હતી.