કોલીવિલેઃ અમેરિકાના ટેક્સાસમાં એક યહૂદી ધાર્મિક સ્થળ (jewish place of worship) પર ચાર લોકોને કેટલાય કલાકો સુધી બંધક બનાવીને રાખનારા એક વ્યક્તિને સુરક્ષા દળોએ મારી નાખ્યો છે. શંકાસ્પદની ઓળખ બ્રિટિશ નાગરિક મલિક ફૈઝલ અકરમ (44) તરીકે થઈ છે. ઉલ્લેખનીય છે કે, યહૂદી ધર્મસ્થળમાં બંધક બનાવવામાં આવેલા ચાર લોકોને શનિવારે રાત્રે કેટલાક કલાકો સુધી ચાલેલા મડાગાંઠ બાદ મુક્ત કરવામાં આવ્યા હતા. અમેરિકી રાષ્ટ્રપતિજો બિડેને (US President Joe Biden)આ ઘટનાને 'આતંકવાદી કૃત્ય' ગણાવી છે.
FBI પ્રમાણે ઘટનામાં અન્ય કોઈ સામેલ હોવાના સંકેત નથી
FBIએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, આ ઘટનામાં અન્ય કોઈ સામેલ હોવાના કોઈ સંકેત નથી. જોકે નિવેદનમાં સંભવિત ઉદ્દેશ્ય વિશેની માહિતી શેર કરવામાં આવી નથી. અકરમને પાકિસ્તાની ન્યુરોસાયન્ટિસ્ટ અફિયા સિદ્દીકીની મુક્તિની માંગણી કરતા સાંભળવામાં આવ્યા હતા.
ડેલાસ ટીવી સ્ટેશન WFAએ તરફથી જાહેર કરાયા વીડિયો ફૂટેજ
FBI અને પોલીસ પ્રવક્તાએ અકરમ કોની ગોળીથી માર્યો ગયો તે કહેવાનો ઇનકાર કર્યો હતો. અફઘાનિસ્તાનમાં અમેરિકી સૈન્ય અધિકારીઓની હત્યાના પ્રયાસ બદલ સજા પામેલા સિદ્દીકીની મુક્તિની માગણી કરતી ઘટનાના લાઇવ સ્ટ્રીમિંગ (સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર જીવંત પ્રસારણ) દરમિયાન શંકાસ્પદને સાંભળવામાં આવ્યો હતો. ડેલાસ ટીવી સ્ટેશન WFAએ તરફથી જાહેર કરાયેલા વીડિયો ફૂટેજમાં લોકોને એક બંદૂકધારીએ દરવાજો ખોલ્યો અને પછી તેને બંધ કર્યાની થોડી જ સેકન્ડોમાં પૂજા સ્થળના દરવાજામાંથી બહાર ભાગી રહેલા લોકોને બતાવ્યા. થોડી વાર પછી ગોળીબારનો અવાજ સંભળાયો અને પછી વિસ્ફોટનો અવાજ પણ સંભળાયો.
અકરમે યહૂદી ધર્મસ્થાન શા માટે પસંદ કર્યુ તેનું કારણ અકબંધ
કોલીવિલેમાં કોન્ગ્રેગેશન બેથ ઇઝરાયેલ બિલ્ડિંગમાં બંધક બનેલા એક વ્યક્તિને શનિવારે અગાઉ મુક્ત કરવામાં આવ્યો હતો અને અન્ય ત્રણ બંધકો FBIની સ્વાટ ટીમ બિલ્ડિંગમાં ઘૂસીને રાત્રે 9 વાગ્યાની આસપાસ બહાર આવ્યા હતા. FBIના સ્પેશિયલ એજન્ટ ઈન્ચાર્જ મેટ ડીસાર્નોએ જણાવ્યું હતું કે, બંધક બનાવનાર વ્યક્તિએ ખાસ કરીને યહૂદી સમુદાય સાથે સીધો સંબંધ ન હોય તેવા મુદ્દા પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું અને તે વ્યક્તિ કોઈ મોટા ષડયંત્રનો ભાગ હતો તેવો કોઈ તાત્કાલિક સંકેત મળ્યો નથી પરંતુ દેસારનોએ જણાવ્યું હતું કે, તપાસ એજન્સી "દરેક રીતે તપાસ કરશે" જોકે અકરમે યહૂદી ધર્મસ્થાન શા માટે પસંદ કર્યુ તે સ્પષ્ટ નથી.
સિદ્દીકીને અલકાયદા સાથે સંબંધ હોવાની શંકા
કાયદા અમલીકરણ અધિકારીઓએ નામ ન આપવાની શરતે એસોસિએટેડ પ્રેસને જણાવ્યું હતું કે, બંધક વ્યક્તિએ પાકિસ્તાની ન્યુરોસાયન્ટિસ્ટ અફિયા સિદ્દીકીની મુક્તિની માગ કરી હતી. ટેક્સાસની ફેડરલ જેલમાં બંધ સિદ્દીકીને અલકાયદા સાથે સંબંધ હોવાની શંકા છે. અધિકારીઓએ જણાવ્યું કે, શંકાસ્પદ વ્યક્તિએ એમ પણ કહ્યું હતું કે તે સિદ્દીકી સાથે વાત કરવા માગે છે. તે દરમિયાન બ્રિટનની ફોરેન, કોમનવેલ્થ એન્ડ ડેવલપમેન્ટ ઓફિસ (FCDO)એ જણાવ્યું હતું કે, તે "ટેક્સાસમાં એક બ્રિટિશ નાગરિકના મૃત્યુથી વાકેફ છે અને સ્થાનિક સત્તાવાળાઓના સંપર્કમાં છે."
'પોલીસ સવારે 11 વાગ્યે પૂજા સ્થળ પર પહોંચી હતી'
અકરમના ભાઈ ગુલબરે એક નિવેદન જારી કરીને તેના ભાઈના મૃત્યુની પુષ્ટિ કરી હતી. આ સંદર્ભમાં એક અધિકારીએ જણાવ્યું હતું કે, ન્યૂયોર્ક સિટીમાં એક રબ્બી (યહૂદી ધાર્મિક નેતા)ને સંભવિત રીતે બંધક રબ્બીનો ફોન આવ્યો હતો. ત્યારબાદ ન્યૂયોર્ક સિટીના રબ્બીએ પોલીસને ઘટના વિશે જાણ કરવા માટે ફોન કર્યો હતો. FBI ડેલાસના પ્રવક્તા કેટી ચૌમોન્ટે જણાવ્યું હતું કે, પોલીસ સવારે 11 વાગ્યે પૂજા સ્થળ પર પહોંચી હતી અને તરત જ આસપાસના વિસ્તારમાંથી લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા.