- યુએસ દ્વારા આયોજિત લોકશાહી પર સમિટ
- પાકિસ્તાને આ સંમેલનમાં ભાગ લેવાનો ઇનકાર કરી દીધો
- અમેરિકાએ કોન્ફરન્સમાં ભાગ લેવા માટે 110 દેશોને આમંત્રણ આપ્યું
બેઈજિંગ/ઈસ્લામાબાદ: પાકિસ્તાને યુએસ દ્વારા આયોજિતલોકશાહી પર સમિટમાં (summit for democracy) ભાગ ન લેવાનો નિર્ણય લીધો છે. ઇસ્લામાબાદે આ નિર્ણય મોડી રાત્રે ચીનના વિદેશ પ્રધાન વાંગ યીએ તેના પાકિસ્તાની સમકક્ષ શાહ મહમૂદ કુરેશી સાથે ટેલિફોનિક વાતચીત કર્યા બાદ લીધો હતો.
ચીન આમંત્રિત દેશોની યાદીમાં નથી
ગુરુવારે પાકિસ્તાનના અખબાર 'ધ ન્યૂઝ'માં પ્રકાશિત અહેવાલ અનુસાર, પાકિસ્તાને આ સંમેલનમાં ભાગ લેવાનો ઇનકારકરી દીધો છે, જેનું આયોજન અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેન (Biden convenes Summit for Democracy )દ્વારા 9-10 ડિસેમ્બરે કરવામાં આવી રહ્યું છે.અમેરિકાએ કોન્ફરન્સમાં ભાગ લેવા માટે 110 દેશોને આમંત્રણ આપ્યું છે. એશિયા-પેસિફિક ક્ષેત્રમાંથી આમંત્રિત કરાયેલા દેશોમાં ભારત, પાકિસ્તાન, માલદીવ્સ, જાપાન, દક્ષિણ કોરિયા, ઓસ્ટ્રેલિયા અને ફિલિપાઈન્સનો સમાવેશ થાય છે. ચીન આમંત્રિત દેશોની યાદીમાં નથી.
સમિટમાં ભાગ લેવા માટે આમંત્રણ આપવા બદલ આભારી છીએ
પાકિસ્તાનના વિદેશ મંત્રાલયની( Ministry of Foreign Affairs of Pakistan)વેબસાઈટ પર 8 ડિસેમ્બરના રોજ પોસ્ટ કરાયેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, "9-10 ડિસેમ્બર 2021ના રોજ ડિજીટલ રીતે યોજાનારી લોકશાહી પરની સમિટમાં ભાગ લેવા માટે પાકિસ્તાનને આમંત્રણ આપવા બદલ અમે યુનાઈટેડ સ્ટેટ્સના આભારી છીએ.