ગુજરાત

gujarat

ETV Bharat / international

ટ્રમ્પનો પુત્ર ડોનાલ્ડ જૂનિયર થયો કોરોના સંક્રમિત - ઈન્ટરનેશનલસમાચાર

અમેરિકામાં કોરોના સંક્રમિતોનો આંકડો ખુબ જ વધી રહ્યો છે. ગત્ત મહિને રાષ્ટ્રપતિ અને તેમના પત્ની સાથે જ સૌથી નાનો દીકરો પોઝિટિવ થયા હતા.

Trump's eldest son
Trump's eldest son

By

Published : Nov 21, 2020, 9:34 AM IST

  • ટ્રમ્પનો પુત્ર ડોનાલ્ડ જૂનિયર કોરોના સંક્રમિત
  • પુત્ર બૈરન પણ કોરોનાની ઝપેટમાં

વૉશિંગ્ટન: ડોનાલ્ડ ટ્રમ્પનો પુત્ર ડોનાલ્ડ જૂનિયર કોરોનાથી સંક્રમિત થયો છે. આ જાણકારી તેમના પ્રવકત્તાએ આપી છે. આ પહેલા ટ્રમ્પ અને તેમની પત્ની મેલાનિયા પણ કોરોનાની ઝપેટમાં આવ્યા હતા. આ પહેલા તેમનો નાનો પુત્ર બૈરન પણ કોરોનાની ઝપેટમાં આવી ચૂક્યો છે. ટ્રમ્પે વિસ્કૉન્સિનમાં એક ચૂંટણીની રેલીમાં કહ્યું હતું કે, તેમનો પુત્ર કોરોના સંક્રમિત હતો.

આ પહેલા ટ્રમ્પ કોરોનાથી સંક્રમિત થયા હતા

આપને જણાવી દઈએ કે, ટ્રમ્પ કોરોના વાઇરસથી સંક્રમિત થયો હતો અને તેમની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. તે દરમિયાન તે તેમના કાફલા સાથે હોસ્પિટલ બહાર નીક્ળ્યો હતો તેને લઈ તેઓ ખુબ જ ચર્ચામાં પણ રહ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details