- ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર સ્પેસએક્સે ચાર અવકાશયાત્રીઓને મોકલ્યા
- ત્રણ અવકાશયાત્રીઓએ 24 કલાકની અંદર સ્પેસ સ્ટેશન પર
- ઝરમર વરસાદ વચ્ચે ચાર અવકાશયાત્રીઓએ તેમના પરિવારોને અલવિદા કહ્યું
કેપ કેનાવેરલ (યુએસએ): સ્પેસએક્સેએ(SpaceX) ચાર અવકાશયાત્રીઓને ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન(International Space Station) પર મોકલ્યા છે. ખરાબ હવામાન સહિતના વિવિધ કારણોસર લાંબા વિલંબ પછી, સ્પેસએક્સ રોકેટ આખરે બુધવારે આ અવકાશયાત્રીઓને લઈને રવાના થયું હતું. બે દિવસ પહેલા, સ્પેસએક્સ અવકાશયાનમાંથી અન્ય ચાર અવકાશયાત્રીઓ સાથે પૃથ્વી પર પરત ફર્યું હતું.
અવકાશમાં જનારા 600માં વ્યક્તિ
નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન (NASA) એ જણાવ્યું હતું કે, બુધવારે અવકાશ માટે રવાના થયેલા ચાર લોકોમાં જર્મનીના મેથિયાસ મૌરેર, જેમને અવકાશમાં જનારા 600મા વ્યક્તિ તરીકે વર્ણવવામાં આવ્યા છે. તેમજ નાસાના અન્ય ત્રણ અવકાશયાત્રીઓએ 24 કલાકની અંદર સ્પેસ સ્ટેશન પર પહોંચી જવાજોઈએ.
ખરાબ હવામાનને કારણે રોકેટના ટેક-ઓફમાં લાંબો સમય થયો હતો. બુધવારે રાત્રે ઝરમર વરસાદ વચ્ચે ચાર અવકાશયાત્રીઓએ તેમના પરિવારોને અલવિદા કહ્યું હતું. હવામાન વૈજ્ઞાનિકોઓએ હવામાન સ્વચ્છ રહેવાની આગાહી કરી હતી અને તેમાં સુધારો પણ મહદંશે જોવા મળી રહ્યો હતો.