વોશિંગ્ટનઃ અમેરિકામાં કોરોના વાઇરસ મહામારી વિરુદ્ધ લડાઇમાં માસ્ક, ગ્લોઉઝ સહિતની જરૂરી ચિકિત્સા સામાનનો ઇમર્જન્સી સ્ટોક પૂર્ણ થવાને આરે છે.
અમેરિકામાં કોરોના વાઇરસના કારણે 5,000થી વધુ લોકોનાં મોત થયાં છે અને 2,10,000 લોકો સંક્રમિત છે.
ન્યૂયોર્ક ટાઈમ્સએ એક વરિષ્ઠ અધિકારીને ટાંકીને બુધવારે સમાચારમાં જણાવ્યું કે, ફેડરલ ઇમરજન્સી મેનેજમેન્ટ એજન્સીએ 1.16 કરોડથી વધુ એન-95 માસ્ક, 52 લાખ મોઢું ઢાકવાના ઉપકરણ, 2.2 કરોડ ગ્લબ્સ અને 7,140 વેન્ટિલેટર આપ્યા હતાં અને જે સ્ટોક હવે પૂર્ણ થવાને આરે છે.
એક વરિષ્ઠ વહીવટી અધિકારીના હવાલાથી કહેવામાં આવ્યું છે કે ત્યાં વ્યક્તિગત રક્ષણાત્મક ઉપકરણોનો એક નાનો ભાગ હતો, જે ફેડરલ સરકારના ઈમરજન્સીના ચિકિત્સા કર્મચારીઓ માટે સાચવવામાં આવી રહ્યો છે.
જેમાં કહેવામાં આવ્યું છે કે, ફેડરલ સરકારે, માસ્ક, ગાઉન અને ગ્લબ્સ જેવા સુરક્ષિત ચિકિત્સા પુરવઠાના ઇમરજન્સી ભંડારને લગભગ ખાલી કરી દીધા છે. રાજ્યના રાજ્યપાલો સતત હોસ્પિટલના કર્મચારીઓ માટે સુરક્ષા ઉપકરણો માટે આગ્રહ કરે છે.
ટ્રમ્પ પ્રશાસને વેન્ટિલેટર સહિત આ સામાનના પુરવઠા માટે ખાનગી ક્ષેત્રને પણ સામેલ કર્યું છે, જે કોરોના વાઇરસ દર્દીની સારવારમાં ખૂબ જ મહત્વપૂર્ણ છે.
ટ્રમ્પે વ્હાઇટ હાઉસ ખાતે પ્રેસ કોન્ફરન્સમાં પત્રકારોને કહ્યું કે, ડૉક્ટરો, નર્સો અને આરોગ્ય કર્મચારીઓને મહત્વપૂર્ણ તબીબી પુરવઠો ખરીદવા, વહેંચવા અને પહોંચાડવા માટે મારૂં પ્રશાસન અમેરિકન મેન્યુફેક્ચરિંગ, સપ્લાય સંસ્થાઓ અને દરેક ઉદ્યોગનો સહયોગ લઈ રહ્યું છે.
તેમણે કહ્યું કે, ઓહાયોના કાર્ડિનલ હેલ્થે વ્યૂહ રચનાત્મક રાષ્ટ્રીય અનામત માટે 22 લાખ ગાઉન દાન કર્યાં છે. આ ઉપરાંત આ પુરવઠાને ટૂંક સમયમાં સમગ્ર દેશમાં વિતરણ કરવામાં આવશે. અમારી પાસે દુનિયાના વિવિધ ભાગોથી આવનારા મોટા કાર્ગો વિમાન છે.
એક પ્રશ્નના જવાબમાં ટ્રમ્પે કહ્યું કે, 11 કંપનીઓની મદદથી હજારો વેન્ટિલેટર બનાવવામાં આવી રહ્યાં છે. વધુમાં કહ્યું કે, અમારી પાસે ટૂંક સમયમાં જરૂરિયાત કરતાં વધુ વેન્ટિલેટર હશે. અમે હજારો વેન્ટિલેટરનું ઉત્પાદન કરીંએ છીએ, તમે જાણો છો કે, તેને બનાવવામાં થોડો સમય લાગે છે. આ પહેલા કોઈને ખબર નહોતી કે આવું થઈ શકે છે. અમે હજારો વેન્ટિલેટર બનાવી રહ્યાં છીએ.
આ દરમિયાન કોરોના વાઇરસ સામેની લડાઇમાં દેશને મદદ કરવા માટે રશિયન કાર્ગો વિમાન વેન્ટિલેટર, માસ્ક અને અન્ય સુરક્ષા ઉપકરણો સહિત 60 ટન ચિકિત્સા પુરવઠાને લઇને બુધવારે અમેરિકા પહોંચ્યાં હતા.