ગુજરાત

gujarat

ETV Bharat / international

સારા મેકબ્રાઇડ અમેરિકાની પ્રથમ ટ્રાન્સજેન્ડર સીનેટ સભ્ય બની - હેરિસ મકડોવેલ

અમેરિકામાં પ્રથમ વખત કોઇ ટ્રાન્સજેન્ડર સાંસદ ચૂંટાયા છે. ડેમોક્રેટ સારા મેકબ્રાઇડ શપથ લીધા બાદ પ્રથમ ટ્રાન્સજેન્ડર રાજ્ય સીનેટર સભ્ય બની જશે.

સારાહ
સારાહ

By

Published : Nov 4, 2020, 12:52 PM IST

વોશિંગ્ટન:અમેરિકામાં ડેલોવેયરમાં ટ્રાન્સજેન્ડર સારા મેકબ્રાઇડને સીનેટ સભ્ય તરીકે પસંદ કરવામાં આવ્યા છે. શપથ લીધા બાદ તે દેશની પહેલી ટ્રાન્સજેન્ડર રાજ્ય સીનેટર બની જશે. તે અમેરિકામાં સૌથી ઉંચી રેન્કિંગ પર પસંદ કરવામાં આવેલી પ્રથમ ટ્રાન્સજેન્ડર છે. રિપબ્લિકન સ્ટીવ વોશિંગ્ટનને હરાવ્યા બાદ મેકબ્રાઇડે ડેલાવેયરની સીટ જીતી છે.

ટ્રાન્સજેન્ડર વિધાયકોમાં તેમનું નામ સામેલ

તેમણે ઉત્તરી વિલમિંગ્ટનથી પેસિંલ્વેનિયા સીમા સુધી ફેલાયેલા લોકતાંત્રિક જિલ્લામાં જીત હાંસિલ કરી છે. દેશભરમાં કોઇ અન્ય ટ્રાન્સજેન્ડર વિધાયકોમાં તેમનું નામ સામેલ છે. પરંતુ તે પહેલી ટ્રાન્સજેન્ડર રાજ્ય સીનેટર હશે. મેકબ્રાઇડે મંગળવારે રાત્રે જણાવ્યું કે, મને લાગે છે કે, આજ રાતનાં પરિણામ બતાવે છે કે આ જિલ્લાના રહેવાસીઓ ખુલ્લી વિચારધારા ધરાવે છે અને ઉમેદવારોના ઇરાદા જુએ છે, તેમની ઓળખ નહીં. આ હું હંમેશાં જાણતી હતી.

મેકબ્રાઇડે ઓબામાની અધ્યક્ષતામાં કર્યું છે કામ

મેકબ્રાઇડે પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાની અધ્યક્ષતામાં વ્હાઇટ હાઉસમાં કામ કર્યું છે. તેમણે 2016માં પાર્ટીના રાષ્ટ્રીય અધિવેશનમાં ભાષણ આપ્યું હતું. આ કરનારી તે પહેલી ટ્રાન્સજેન્ડર છે. લાંબા સમય સુધી રાજ્ય સીનેટર રહેલા હેરિસ મકડોવેલની સેવાનિવૃત થયા બાદ ડેલાવેયરની સીટ ખાલી થઇ હતી. જેના પર મેકબ્રાઇડે જીત હાંસિલ કરી છે.

ABOUT THE AUTHOR

...view details