વૉશિંગ્ટનઃ અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણીમાં ડેમોક્રેટ્સના ઉમેદવાર સેનેટર બર્ની સેડર્સે પોતાની ઉમેદવારી પાછી ખેંચી છે. જેનાથી સ્પષ્ટ થઈ ચૂક્યું છે કે, પૂર્વ ઉપરાષ્ટ્રપતિ જો બાઈડેન માટે હવે ઉમેદવારી નોંધાવવી સરળ બની છે. આ પરથી એવી આશંકા વ્યક્ત કરાઈ છે કે, નવેમ્બરમાં યોજાનારી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પ સામે બાઈડેન ઉમેદવારી નોંધાવશે.
સેડર્સે અમેરિકી રાષ્ટ્રપતિની રેસમાંથી બહાર, બાઈડેન બન્યા સંભવિત ઉમેદવાર - ડેમોક્રેટ્સ પાર્ટી
78 વર્ષીય બર્નીએ ટ્વીટ કરતાં કહ્યું હતું કે,"આજે હું મારું અભિયાન પુરૂં કરું છું. આ અભિયાન ભલે પૂરું થાય પણ ન્યાય માટેનો સંઘર્ષ ચાલુ રહેશે."
Washington
પોતાની ઉમેદવારી પરત લીધા બાદ 78 વર્ષીય બર્નીએ ટ્વીટ કરતાં કહ્યું હતું કે,"આજે હું મારું અભિયાન પુરૂં કરું છું. આ અભિયાન ભલે પૂરું થાય પણ ન્યાય માટેનો સંઘર્ષ ચાલુ રહેશે."
સેડર્સ જલ્દી જ પોતાના સમર્થકોને સંબોધિત કરશે. આ ઘટનાક્રમ પર પ્રતિક્રિયા આપતા રાષ્ટ્રપતિ ટ્રમ્પે સીનેટર એલિઝાબેથ વારનનો આભાર માન્યો હતો.