ગુજરાત

gujarat

By

Published : Nov 3, 2020, 12:25 PM IST

ETV Bharat / international

યુએસ કોંગ્રેસ માટે વિક્રમી એક ડઝન ઇન્ડિયન અમેરિકન ચૂંટણીના મેદાનમાં...

અમેરિકામાં પ્રમુખપદની ચૂંટણીમાં ડેમોક્રેટિક પક્ષના ઉમેદવાર જો બાઇડનના રનિંગ મેટ કમલા હેરિસ મૂળ ભારતીય હોવાને કારણે ભારતમાં સૌના આકર્ષણનું કેન્દ્ર છે. તેમનાં માતા શ્યામલા ગોપાલનનો જન્મ ચેન્નઈમાં થયો હતો. બીજી રસપ્રદ વાત એ જોવાની રહેશે કે આ વર્ષે યુએસ કોંગ્રેસની ચૂંટણીમાં બાર જેટલા ઇન્ડિયન અમેરિકન મેદાનમાં ઉતર્યા છે. તેમાંથી ૧૦ જણ હાઉસ ઓફ રિપ્રેઝંટેટિવ્ઝ માટે અને બે ઉમેદવાર કોંગ્રેસના ઉચ્ચ ગૃહ એટલે કે સેનેટ તરીકે ચૂંટાવા માટે મેદાનમાં છે.

Record dozen Indian Americans
Record dozen Indian Americans

નવી દિલ્હીઃ સેનેટ ઉમેદવારોમાં સારા ગીડીયોન આવશે એમ કહેવાય છે, કેમકે ચૂંટણીમાં પોતાના ભારતીય મૂળના કારણે તેઓ સૌથી વધુ લોકપ્રિય હોવાનું જોવા મળે છે.

ગીડીયોનના પિતા ભારતીય અમેરિકન ઇમિગ્રન્ટ છે અને માતા સેકન્ડ જનરેશન અમેરિકન છે. ગિડીયોન મેઈન સ્ટેટના સેને ટ તરીકે ડેમોક્રેટિક પક્ષના ઉમેદવાર છે. તેઓ હાલમાં મેઈન હાઉસ ઓફ રિપ્રેઝે ન્ટે ટિવ્ઝમાં સ્પીકર તરીકે સેવા આપી રહ્યા છે.

જો તેઓ ચૂંટણી જીતશે તો તેઓ હાલમાં કેલિફોર્નિયાનાં રિપ્રેઝેન્ટટિવ કમલા હેરિસ પછી ભારતીય મૂળ ધરાવતા બીજાં સેનેટર બનશે. જો બાઇડેન ચૂંટણી જીતશે તો હેરીસે વાઇસ પ્રેસિડેન્ટનું પદ સંભાળવા માટે કેલિફોર્નિયાનાં સેનેટરનું પદ છોડવું પડશે.

નિરીક્ષકોના જણાવ્યા મુજબ, મેઈન સ્ટેટના સેનેટર માટે રિપબ્લિકન પક્ષના પ્રતિસ્પર્ધી સુઝાન કોલિન્સ સામે ગીડીયોનનું સ્થાન મજબૂત છે.

ગીડીયોનની ઉમેદવારીને અમેરિકાના ભૂતપૂર્વ પ્રેસિડેન્ટ બરાક ઓબામાનો પણ મજબૂત ટેકો છે.

એક નિરીક્ષકના જણાવ્યા મુજબ મેઈનમાં છેલ્લા ઘણા સમયથી કોલિન્સનું પલ્લું નબળું પડી ગયું છે.

“કોલિન્સ દ્રઢ રિપબ્લિકન નથી અને તે મધ્યમ ગજાના ઉમેદવાર છે,” એમ એક નિરિક્ષક કહે છે. તેઓ ઉમેરે છે કે મેઈનના મતદાતાઓ સામાન્ય રીતે ઉદાર અને મધ્યમ વિચારસરણી ધરાવતા હોય છે.

અહેવાલો અનુસાર, ગિડીયોને પોતાની પ્રાથમિકતાની યાદીમાં મેઈનના કામ કરતા પરિવારોના હિતને ટોચનું સ્થાન આપ્યું છે અને ઉત્તર પૂર્વના આ રાજ્યના મોટાભાગના લેબર યુનિયનોનો તેમને ટેકો છે.

ભારતીય મૂળ ધરાવતા અન્ય સેનેટ તરીકેના ઉમેદવાર છે - ન્યુ જર્સીના રિક મેહતા. તેઓ રિપબ્લિકન પક્ષના ઉમેદવાર છે, પરંતુ તેમના વિજયની સંભાવના ઘણી ઓછી જણાય છે.

ચૂંટણીના વિશ્લેષકો કહે છે કે ન્યુ જર્સી હંમેશા ડેમોક્રેટ્સનું ચાહક રહ્યું હોવાથી રિકનું પલ્લું ખાસ ભારે જણાતું નથી.

સેનેટ તરીકે ચૂંટણીના જંગમાં ઝંપલાવનાર આ બે ઉમેદવારો ઉપરાંત, ભારતીય મૂળના ઓછામાં ઓછા ૧૦ ઉમેદવારોએ હાઉસ ઓફ રીપિઝેંન્ટેટિવ્ઝ માટે સ્પર્ધામાં ઝુકાવ્યું છે.

તેમાંથી ચાર ઉમેદવારો પુનઃ ચૂંટાઈ આવવા માટે લડી રહ્યા છે, જેમાં ડેમોક્રેટ રાજા કૃષ્ણમૂર્તિ (ઇલિનોઇસ), અમી બેરા (કેલિફોર્નિયા), પ્રમિલા જયપાલ (વોશિંગ્ટન) અને રો ખન્ના (કેલિફોર્નિયા) સામેલ છે.

મેદાનમાં ઉતરેલા અન્ય ઇન્ડિયન અમેરિકન છે, રિતેશ ટંડન (કેલિફોર્નિયામાં ખન્નાની સામે ઊભા છે), નિશા શર્મા (કેલિફોર્નિયા) અને મેંગા અનંત મુલા (વર્જિનિયા), અને ડેમોક્રેટ્સ શ્રી કુલકર્ણી (ટેક્સાસ), ડૉ હિરલ તિપિરનેની (એરિઝોના) અને ઋષિ કુમાર (કેલિફોર્નિયા).

ભારતીય મૂળ ધરાવતા લોકોની સંખ્યા ૪૦ લાખથી વધુ એટલી વિશાળ છે અને તેમના મત મેળવવા માટે બાઇડે ન અને પ્રેસિડેન્ટ તેમજ રિપબ્લિકન ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પ, બંને ભારે પ્રયાસો કરી રહ્યા છે.

આ વખતે અમેરિકાના પ્રમુખ પદની ચૂંટણીનાં પરિણામોમાં ઇન્ડિયન અમેરિકનના મત મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે એવું અનુમાન છે.

વિશ્લેષકોના મતે, ૨૦૧૬ ની પ્રમુખ પદ માટેની ચૂંટણીમાં જે મહત્વનાં રાજ્યોમાં ડોનાલ્ડ ટ્રમ્પ ફક્ત ૧૦,૦૦૦ થી ૪૦,૦૦૦ મત જેટલી પાતળી બહુમતીથી જીત્યા હતા એ રાજ્યો માં ઇન્ડિયન અમેરિકન મત અત્યંત મહત્વપૂર્ણ બનશે.

ઓપી નિય ન પોલ્સમાં કોવિડ-૧૯ મહામારી માટે ટ્રમ્પના વ્યવસ્થાપન, આર્થિક અને પર્યાવરણીય સમસ્યાઓ વગેરે માટે ટ્રમ્પ ની કડક આલોચનાને કારણે બાઈડન માટે ઉજળું ચિત્ર દર્શાવે છે.

રિયલ ક્લિયર પોલિટિકસનાં આંકડાને આધારે ફાઇનાન્સીયલ ટાઇમ્સનો છેલ્લો પોલ ટ્રેકર દર્શાવે છે કે ડેમોક્રેટ ઉમેદવાર બાઈડન ૫૩૮ માંથી ૨૭૨ મતે વિજય મેળવશે, જ્યારે ટ્રમ્પ ફક્ત ૧૨૫ મત મેળવી શકશે. વિજય મેળવવા માટે ઉમેદવાર પાસે ૫૩૮માંથી ૨૭૦ મત જરૂરી છે.

- અરુનીમ ભુયન

ABOUT THE AUTHOR

...view details