ગુજરાત

gujarat

ETV Bharat / international

ચીની એપ પર પ્રતિબંધઃ ભારતના નિર્ણયને અમેરિકાએ આવકાર્યો - વિદેશ પ્રધાન

ભારત સરકાર દ્વારા ચીનની 59 મોબાઇલ એપ્સ પર પ્રતિબંધના નિર્ણયને અમેરિકાના વિદેશ પ્રધાન માઇક પોમ્પિયોએ આવકાર્યો છે. તેમણે ભારતના આ નિર્ણય પર કહ્યું કે, ભારતમાં ચીની એપ્સને હટાવવાનો નિર્ણય ભારતના સાર્વભૌમત્વમાં વધારો કરશે.

pompeo
અમેરિકાના વિદેશ પ્રધાન

By

Published : Jul 2, 2020, 7:13 AM IST

વૉશિંગ્ટન: ભારત સરકાર દ્વારા ચીનની 59 એપ્સ પર પ્રતિબંધ લગાવવાના નિર્ણયને અમેરિકાના વિદેશ પ્રધાન માઇક પોમ્પિયોએ આવકાર્યો છે. તેમણે કહ્યું કે, ભારતમાં ચીની એપ્સ બંધ કરવાના અભિગમથી ભારતના સાર્વભૌમત્વમાં વધારો થશે અને રાષ્ટ્રની અખંડિતતા અને રાષ્ટ્રીય સુરક્ષાને પ્રોત્સાહન મળશે.

મહત્વનું છે કે, ભારત તરફથી ચીની એપ્સ પર પ્રતિબંધ લગાવવાનો મામલો આજે દુનિયાભરમાં ચર્ચામાં રહ્યો છે. તમને જણાવી દઇએ કે, પૂર્વી લદ્દાખમાં ચીની સૈનિકો દ્વારા ઘૂસણખોરીની કોશિશ અને આંતરરાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંઘન કરવાની ઘટના ચરમસીમા પર છે.

15 જૂને ગલવાન ઘાટીમાં થયેલી અથડામણમાં ભારતના 20 સૈનિકો શહીદ થયા હતાં. જે બાદ વિવાદ વધતો ગયો અને ભારતના લોકો તરફથી ચીની ચીજોનો બહિષ્કાર કરવાની માંગ ઉઠી હતી. જેથી રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરો ઉભો કરતા ભારત સરકારે ચીનની 59 એપ્સ પર પ્રતિબંધ મૂક્યો હતો.

ABOUT THE AUTHOR

...view details