વૉશિંગ્ટનઃ અમેરિકાએ ચીની કોમ્યુનિસ્ટ પાર્ટીના ત્રણ વરિષ્ઠ અધિકારીઓના અમેરિકામાં પ્રવેશ પર રોક લગાવી છે. આ અધિકારીઓમાંથી એક સત્તારુઢ પાર્ટીની પોલિતબ્યુરોના સભ્યો છે. અમેરિકાનો આરોપ છે કે, આ અધિકારીઓએ ચીનના પશ્ચિમી ભાગમાં હિરાસતમાં રાખેલા ધાર્મિક અને જાતીય અલ્પસંખ્યકના માનવાધિકારીઓનું ઉલ્લંઘન કર્યું છે.
કોરોના વાઇરસ મહામારી, માનવાધિકાર ઉલ્લંઘન, હોંગકોંગની ઘટના અને વેપારને લઇને અમેરિકા અને ચીનના સંબંધ પહેલાથી જ ખરાબ ચાલી રહ્યા છે. અમેરિકાએ ચીની કોમ્યુનિસ્ટ પાર્ટીના ત્રણ અધિકારીઓને અમેરિકામાં પ્રવેશ પર રોક લગાવી છે.
એક દિવસ પહેલા જ પ્રશાસને તિબ્બતમાં વિદેશીઓના પ્રવેશને અટકાવતા ચીનના અધિકારીઓ પર વિઝા પ્રતિબંધ લગાવવાની જાહેરાત કરી છે.
જો કે, ગુરૂવારે તેનું આ પગલું ચીની નેતૃત્વના વધુ વરિષ્ઠ સ્તરના અધિકારીઓના નિશાના પર લેતા ઉઠાવવામાં આવ્યું છે અને તેના પર ચીન તરફથી આકરી પ્રતિક્રિયા આવી શકે છે.
વિદેશ પ્રધાન માઇક પોમ્પિોએ એક નિવેદનમાં કહ્યું કે, ચીની કોમ્યુનિસ્ટ પાર્ટી ઉઇગરો, જાતીય કઝાક લોકો તથા શિનજિયાંગના અન્ય અલ્પસંખ્યક સમૂહોના લોકોના માનવાધિકાર હનન કરી રહ્યા છે. એવામાં અમેરિકા ચૂપ બેસશે નહીં. તે મનમાની સામુહિક હિરાસત, બળજબરીથી વસ્તી નિયંત્રણ તથા તેની સંસ્કૃતિ અને મુસ્લિમ આસ્થાને ભુસવાનો પ્રયાસ કરી રહ્યા છે.
પોમ્પિયોના નિવેદન બાદ નાણાકીય વિભાગ તરફથી ઘોષણા કરવામાં આવી છે કે, આ બધા માટે જવાબદાર ચાઇનીઝ કોમ્યુનિસ્ટ પાર્ટીના અન્ય અધિકારીઓ પર અતિરિક્ત વિઝા પ્રતિબંધ લગાવવામાં આવ્યા છે.
જે ત્રણ અધિકારીઓ પર રોક લગાવવામાં આવી છે, તેના નામ છે ઉત્તર પશ્ચિમી ચીના ઉઇગર સ્વાયત વિસ્તાર શિનજિયાંગથી પાર્ટી સચિવ અને પોલિતબ્યુરો સભ્ય ચેન ક્યુઆનગુઓ, શિનજિયાંગમાં પાર્ટીની રાજકીય તથા કાનૂની સમિતિના સચિવ ઝુ હેલૂન અને શિનજિયાંગ જન સુરક્ષા બ્યુરોના સચિવ વાંગ મિંગશાન છે.
આ અધિકારીઓની સાથે-સાથે તેના પરિજનોને પણ અમેરિકામાં પ્રવેશ પર રોક લગાવી છે.