ગુજરાત

gujarat

ETV Bharat / international

વ્હાઈટ હાઉસે PM મોદીને અનફોલો કરવા મુદ્દે આપી સ્પષ્ટતા - latest mew White House

વ્હાઇટ હાઉસ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને 'અનફોલો' કરાયા બાદ ભારતમાં રાજકીય વાવાઝોડા વચ્ચે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ઓફિસે આ મામલે સ્પષ્ટતા કરી છે.

વ્હાઈટ હાઉસ
વ્હાઈટ હાઉસ

By

Published : Apr 30, 2020, 11:34 AM IST

નવી દિલ્હી: વ્હાઇટ હાઉસ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને 'અનફોલો' કરાયા બાદ ભારતમાં રાજકીય વાવાઝોડા વચ્ચે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ઓફિસે આ મામલે સ્પષ્ટતા કરી છે.

વ્હાઇટ હાઉસ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, જ્યારે પ્રમુખ ટ્રમ્પ કોઈ દેશની મુલાકાત લે છે, ત્યારે તેઓ સામાન્ય રીતે 'ટૂંક સમય માટે' યજમાન દેશના મુખ્ય અધિકારીઓના ટ્વિટર હેન્ડલને અનુસરે છે. જેનો હેતુ રાષ્ટ્રપતિ ટ્રમ્પની મુલાકાતના સમર્થનમાં યજમાન દેશના અધિકારીના સંદેશને રીટ્વીટ કરવાનો છે.

જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પ ફેબ્રુઆરીના અંતમાં ભારત આવ્યા હતા, ત્યારે વ્હાઇટ હાઉસ PM ટ્વિટર અને અન્ય ટ્વિટર હેન્ડલ્સને અનુસરતા હતા. વ્હાઇટ હાઉસના એક અધિકારીએ જણાવ્યું છે કે, આ એક રૂટિન પ્રક્રિયા છે. વ્હાઇટ હાઉસના અધિકારીના જણાવ્યા અનુસાર, વ્હાઇટ હાઉસ ફક્ત યુએસ સરકાર સાથે સંકળાયેલા ટ્વિટર હેન્ડલને અનુસરે છે.

આ અગાઉ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ વ્હાઇટ હાઉસે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ટ્વિટર પર અનફોલો કરવા અંગે નિરાશા વ્યક્ત કરી હતી. સાથે જ કહ્યું હતું કે, વિદેશ મંત્રાલયે તેની નોંધ લેવી જોઈએ.

નોંધનીય છે કે, તાજેતરમાં વ્હાઇટ હાઉસે ટ્વિટર પર રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ફોલો કર્યા હતા, જોકે હવે બંને નેતાઓનું ટ્વિટર હેન્ડલ વ્હાઇટ હાઉસની ફોલો સૂચિમાં નથી. ઉલ્લેખનીય છે કે, વ્હાઇટ હાઉસનું ટ્વિટર હેન્ડલ હાલમાં ફક્ત 13 લોકોને અનુસરી રહ્યું છે, જે યુએસ સરકારના ટોચના લોકોનું સંચાલન છે.

ABOUT THE AUTHOR

...view details