ન્યૂયોર્ક: સાયરાક્યુઝ સેન્ટ્રલ ન્યૂયોર્કમાં એક 'ઉજવણી' દરમિયાન થયેલા ગોળીબારમાં નવ લોકો ઘાયલ થયા છે. સાયરાક્યુઝના પોલીસ વડા કેન્ટન બકનરે જણાવ્યું છે કે, શનિવારની રાત્રે થેયલા ગોળીબારમાં નવ લોકો ઘાયલ થયાં છે. જેમાંથી એકની હાલત ગંભીર છે. બકનરે સાયરાક્યુઝના મેયર બેન વાલ્સ સાથેની એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે, હાલ તાત્કાલિક કોઈની અટકાયત કરવામાં આવી નથી અને હજુ તપાસ પ્રારંભિક તબક્કે ચાલી રહી છે.
USના સાયરાક્યુઝમાં ઉજવણી દરમિયાન ફાયરિંગ, નવ ઘાયલ - અમેરિકામાં ફાયરિંગ
USના સાયરાક્યુઝમાં એક 'સેલિબ્રેશન' દરમિયાન થયેલા ગોળીબારમાં નવ લોકો ઘાયલ થયા છે. આ ગોળીબારમાં ઘાયલ નવ લોકોમાંથી એકની હાલત ગંભીર છે. આ શાની ઉજવણી કરવામાં આવી હતી તે હજુ સુધી જાણી શકાયું નથી.
બકનરે જણાવ્યું હતું કે, કાર ચોરી અંગેની ફરિયાદ મળ્યા બાદ સાયરાક્યુઝના અધિકારીઓ રાત્રે નવ વાગ્યા પહેલા જ ઘટના સ્થળે પહોંચ્યા હતા, ત્યાં હાજર લોકોએ અધિકારીઓને કહ્યું કે, 'સેંકડો' લોકોના ટોળા પર ગોળીઓ ચલાવવામાં આવી હતી.
આ ઘટના અંગે પોલીસ વડાએ કહ્યું કે, અમારા અધિકારીઓએ ગોળીઓ ચાલવાનો અવાજ સાંભળ્યો નથી. આ ઉજવણી સાયરાક્યુસના વ્યાપાપી વિસ્તારમાં થઈ રહી હતી, જ્યાં ગોળીબાર થયો હતો. જો કે, આ સમારોહ માટે કોઈ કાયદેસર પરવાનગી લેવામાં આવી નહોતી. મેયરે કહ્યું કે, "અમે આટલી મોટી સંખ્યામાં લોકોને એકઠા થવા દેતા નથી. અત્યાસ સુધી આ ઉજવણી શા માટે કરવામાં આવી હતી, તે જાણી શકાયું નથી.