મેક્સિકો: મેક્સિકોના એક વ્યસન મુક્તિ કેન્દ્ર પર બુધવારે કેટલાંક બંદૂકધારીઓએ ગોળીબાર કર્યો હતો. જેમાં 24 લોકોના મોત થયાં હતા. મળતા રિપોર્ટ અનુસાર, આ ઘટનામાં અન્ય 7 લોકો પણ ઘાયલ થયા છે. આ અંગે પોલીસે જણાવ્યું હતું કે, જે વ્યસન મુક્તિ કેન્દ્રમાં આ ઘટના બની તેનું રજિસ્ટ્રેશન થયું નહોતું. ગુઆનાજુઆટોમાં પોલીસે જણાવ્યું કે, હુમલો ઇરાપુઆટો શહેરમાં બુધવારે થયો હતો. આ હુમલામાં 7 લોકો ઘાયલ થયાં છે. જેમાંથી 3ની હાલત ગંભીર છે.
મેક્સિકોમાં વ્યસન મુક્તિ કેન્દ્ર પર ગોળીબાર, 24 લોકોના મોત - રાજ્યપાલ ડિગો સિન્હુઇ
મેક્સિકોના એક વ્યસન મુક્તિ કેન્દ્ર પર કેટલાક બંદૂકધારીઓએ બુધવારે ગોળીબાર કર્યો હતો. જેમાં 24 લોકોનાં મોત નીપજ્યાં હતાં. આ ઘટનામાં અન્ય 7 લોકો પણ ઘાયલ થયા છે.
મેક્સિકો
પોલીસે જણાવ્યું કે, હુમલાખોરોએ વ્યસન મુક્તિ કેન્દ્રમાં જ બધાને નિશાન બનાવ્યા હતા અને કોઈનું અપહરણ કર્યું નહોતું. ગોળીબારીનું કારણ હજુ અકબંધ છે, પરંતુ રાજ્યપાલે કહ્યું કે, એવું લાગે છે કે, માદક દ્રવ્યોની દાણચોરી કરનારી ગેંગ આ ગુનામાં સામેલ છે.
તમને જણાવી દઈએ કે, મેક્સિકોની સરકારે તાજેતરમાં વિવિધ ગેંગ દ્વારા કરવામાં આવતા ગુનાઓ પર લગામ લગાવવાની પ્રતિજ્ઞા લીધી હતી. માનવામાં આવે છે કે, હુમલાખોરોની આ કાર્યવાહી સરકારના આ નિવેદન માટે એક પડકાર છે.