- વડા પ્રધાને અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડન સાથે કરી વાત
- પરસ્પર વ્યૂહાત્મક ભાગીદારી પ્રતિ દર્શાવી પ્રતિબદ્ધતા
- PM મોદીએ ટ્વીટ કરીને જાણકારી આપી
- ભારત અને અમેરિકા વચ્ચે સંબંધ જો બાઇડનના પ્રશાસનમાં વધુ સારા બનશેઃ જયશંકર
નવી દિલ્હીઃ વડા પ્રધાન મોદીએ મંગળવારે અમેરિકાના ચૂંટાયેલા રાષ્ટ્રપતિ જો બાઇડન સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી. બંને દેશોએ પરસ્પર વ્યૂહાત્મક ભાગીદારી પ્રતિ દર્શાવી પ્રતિબદ્ધતા દર્શાવી અને કોવિડ 19 મહામારી, જળવાયુ પરિવર્તન તથા ભારત-પ્રશાંત ક્ષેત્રમાં સહયોગને લઇને પ્રાથમિક્તાઓ અને પડકારો પર ચર્ચા કરી હતી. અમેરિકામાં રાષ્ટ્રપતિ પદ માટે થયેલી ચૂંટણીમાં બાઇડનની જીત બાદ બંને નેતાઓ વચ્ચે આ પહેલી વાતચીત છે.
વડા પ્રધાને અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડન સાથે કરી વાત
મોદીએ ટ્વીટ કર્યું કે, 'અમેરિકાના નિર્વાચિત રાષ્ટ્રપતિ જો બાઇડન સાથે ફોન પર વાત કરીને તેમણે શુભેચ્છા પાઠવી હતી. અમે ભારત-અમેરિકા વ્યૂહાત્મક ભાગીદારી પ્રતિ પ્રતિબદ્ધતા દર્શાવી છે અને કોવિડ 19 મહામારી, જળવાયુ પરિવર્તન તથા ભારત-પ્રશાંત ક્ષેત્રમાં સહયોગને લઇને પ્રાથમિક્તાઓ અને પડકારો પર ચર્ચા કરી હતી. '
PM મોદીએ ઉપ રાષ્ટ્રપતિ કમલા હેરિસને પાઠવી શુભેચ્છા
વડા પ્રધાને અમેરિકાની નિર્વાચિત ઉપ રાષ્ટ્રપતિ કમલા હેરિસને પણ શુભેચ્છા પાઠવી હતી. તેમણે કહ્યું કે, તેમની સફળતા ભારતીય અમેરિકી સમુદાય માટે ગર્વ અને પ્રેરણાની વાત છે. આ સમુદાય ભારત-અમેરિકાના સંબંધોની મજબૂતીનો મહત્વપૂર્ણ સ્ત્રોત છે.
ભારત અને અમેરિકા વચ્ચે સંબંધ જો બાઇડનના પ્રશાસનમાં વધુ સારા બનશેઃ જયશંકર
મહત્વનું છે કે, આ પહેલા વિદેશ પ્રધાન એસ. જયશંકરે મંગળવારે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, ભારત અને અમેરિકા વચ્ચે સંબંધ જો બાઇડનના પ્રશાસનમાં વધુ સારા બનશે. તેમણે કહ્યું કે, તે એક એવા સમયનો ભાગ બની રહ્યા છે જ્યારે બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય સંબંધોમાં ઘણા પરિવર્તન થયા છે. જયશંકરે કહ્યું- અમે તેમની સાથે કામ કર્યું છે, જ્યારે તે ઉપરાષ્ટ્રપતિ હતા. હું ઓબામા પ્રશાસનના અંતિમ ચરણ દરમિયાન રાજદૂતના રૂપે ત્યાં હતા. અમે તેમને પહેલાથી જ ઓળખીએ છીએ, જ્યારે તે સીનેટની વિદેશ સંબંધ સમિતિમાં સભ્ય અને જે બાદ ચેરમેન બન્યા હતા. વિદેશ પ્રધાન એક પ્રમુખ થિંકટેંક ગેટવે હાઉસ દ્વારા આયોજિત એક ઓનલાઇન પરિચર્ચામાં બોલી રહ્યા હતા. જયશંકરે કહ્યું- તે (બાઇડન) તે સમયનો ભાગ રહ્યા છે, જ્યારે ભારત-અમેરિકા સંબંધોમાં ઘણા પરિવર્તન થયા છે.