ગુજરાત

gujarat

ETV Bharat / international

બોલ્ટનના પુસ્તકની પાયરેટેડ આવૃત્તિ સામે આવી, ટ્રમ્પની વધી શકે છે સમસ્યા !

અમેરિકાના પૂર્વ સુરક્ષા સલાહકાર જોન બોલ્ટનના સંસ્મરણો અંગે વિવાદ થઇ રહ્યો છે. ન્યાયિક વિભાગની સત્તાવાર સમીક્ષા અને કાનૂની પડકારો બાદ આ પુસ્તક મંગળવારે પ્રકાશિત થશે,જોકે તેનું પાયરેટેડ વર્ઝન પહેલા જ લીક થઈ ગયું છે. આમાં ટ્રમ્પને લગતા અનેક વિવાદિત ઘટનાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

By

Published : Jun 22, 2020, 4:09 PM IST

ન્યૂયોર્ક: જ્હોન બોલ્ટનની સંસ્મૃતિ મંગળવારે સત્તાવાર રીતે રિલીઝ કરવામાં આવશે. જો કે, આ પુસ્તકના પ્રકાશન પહેલા જ તેની પાયરેટેડ આવૃત્તિ ઓનલાઇન ઉપલબ્ધ થઈ ગઈ છે. માનવામાં આવી રહ્યું છે કે, રાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટે રેલીઓમાં વ્યસ્ત ડોનાલ્ડ ટ્રમ્પની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે.

ઇન્ટરનેટ પર 'ધ રૂમ વેયર એટ હેપેન્ડ' ની PDF લિક થઈ ગઈ છે. ટ્રમ્પનું માનવું કે, આ પુસ્તકમાં ખૂબ જ રસપ્રદ સામગ્રી આપવામાં આવી રહી છે, જે અમેરિકાની સુરક્ષાની દ્રષ્ટિએ ક્યારેય બહાર ન આવવી જોઈએ.

PDF લીક થવા અંગેના સવાલ પર પુસ્તકના પ્રકાશક સાઇમન એન્ડ શુસ્ટરના પ્રવક્તા એડમ રોથમેર્ગે કહ્યું કે, "આ કોપીરાઇટનો મામલો છે. અમે તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરીશું"

ન્યાયિક વિભાગની સુરક્ષા સમીક્ષા અને કાનૂની પડકાર બાદ જ્હોન બોલ્ટનની આ પુસ્તક રિલીઝ થવાની તૈયારીમાં છે.નોંધનીય છે કે, ટ્રમ્પ પ્રશાસને ગુપ્ત માહિતી જાહેર થવાના ડરથી 'ધ રૂમ વેયર ઇટ હેપેન્ડ' પુસ્તકનું વિમોચન અટકાવવાનો પ્રયાસ કર્યો હતો. યુ.એસ. ડિસ્ટ્રિક્ટ જજ રોયસ લામ્બર્થનો આ નિર્ણય કોર્ટમાં બોલ્ટનના વિજય સમાન છે.

જોકે, ન્યાયાધીશે સ્પષ્ટ કર્યું કે, બોલ્ટને વ્હાઇટ હાઉસની ઔપચારિક મંજૂરી લીધા વિના, પોતાની પુસ્તક પ્રકાશિત કરવાનું પગલું ભર્યું છે.જે સારી બાબત નથી.યુ.એસ. મીડિયા માધ્યમો અનુસાર, પુસ્તકમાં ટ્રમ્પ વિશે જણાવ્યું છે કે તેમણે 2020 ની ચૂંટણી માટે ચીનના રાષ્ટ્રપતિ શી પાસેથી સહાય માંગી છે.

આ પ્રકાશનમાં રાષ્ટ્રપતિ ટ્રમ્પના વિવાદિત નિવેદનો પણ છે. આ ઉપરાંત પુસ્તકમાં કથિતરૂપે બહાર આવ્યું છે કે ટ્રમ્પે યુક્રેનને 2019 માં લશ્કરી સહાય બંધ કરી દીધી હતી, જે તેમની સામે મહાભિયોગ તપાસનો આધાર હતો. પુસ્તક મુજબ, રહસ્ય બહાર આવતા માઇક પોમ્પેઓ સહિતના ઘણા અધિકારીઓએ રાજીનામું આપવાનું વિચાર્યું હતું.

ABOUT THE AUTHOR

...view details