ગુજરાત

gujarat

ETV Bharat / international

ફાઈઝર અને બાયોનોટેકની કોવિડ-19 રસી વધુ અસરકારક: અભ્યાસ - ન્યુ યોર્ક

ન્યુ ઇંગ્લેંડ જર્નલ ઑફ મેડિસિનના પ્રકાશિત તારણો દ્વારા ફાઈઝર અને બાયોનોટેકની કોવિડ-19ની રસી વધુ અસરકારક હોવાનું સામે આવ્યું છે.

ફાઈઝર અને બાયોનોટેકની કોવિડ -19 રસી વધુ અસરકારક: અભ્યાસ
ફાઈઝર અને બાયોનોટેકની કોવિડ -19 રસી વધુ અસરકારક: અભ્યાસ

By

Published : Feb 26, 2021, 3:18 PM IST

  • વૈશ્વિક અભ્યાસમાં 94 ટકા અસરકારકતા દર્શાવવામાં આવી છે
  • રસીનું પ્રદર્શન એવું જ છે જેવું ક્લિનિકલ ટ્રાયલ્સ દરમિયાન હતું
  • ન્યુ ઇંગ્લેંડ જર્નલ ઑફ મેડિસિને તારણો પ્રકાશિત કર્યાં છે

ન્યુ યોર્ક: ફાઈઝર અને બાયોનોટેકની કોવિડ-19 રસી માટે ઇઝરાઇલમાં કરવામાં આવેલા એક વાસ્તવિક વૈશ્વિક અભ્યાસમાં 94 ટકા અસરકારકતા દર્શાવવામાં આવી છે. જેમાં 12 લાખ લોકોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ કોવિડ-19ની રસી વધુ અસરકારક હોવાનું સામે આવ્યું છે.

ન્યુ ઇંગ્લેંડ જર્નલ ઑફ મેડિસિનના તારણો

ન્યુ ઇંગ્લેંડ જર્નલ ઑફ મેડિસિનના પ્રકાશિત તારણો દર્શાવે છે કે, રસીનું પ્રદર્શન એવું જ છે જેવું ક્લિનિકલ ટ્રાયલ્સ દરમિયાન હતું. અભ્યાસના પરિણામોમાં સાર્સ-કોવ -2 સંક્રમણ, લાક્ષણિક કોવિડ -19, કોવિડ -19 સંબંધિત હોસ્પિટલમાં દાખલ, ગંભીર બીમારી અને મૃત્યુ સામેલ છે. સંશોધનકારોએ જણાવ્યું હતું કે, અમારો અભ્યાસ દર્શાવે છે કે, હોસ્પિટલમાં દાખલ થવું, ગંભીર માંદગી અને મૃત્યુ જેવા ગંભીર પરિણામો જેવા કિસ્સામાં તેની અસરકારકતા વધારે છે.

ABOUT THE AUTHOR

...view details