સોલ્ટ લેક સિટી: ઉપરાષ્ટ્રપતિ માઇક પેન્સ અને તેમના ડેમોક્રેટિક પ્રતિદ્વંદી, કેલિફોર્નિયા સેનેટર કમલા હેરિસ, એવી ચર્ચા માટે બુધવારે મળવાની તૈયારીમાં છે જે વધતા જતા સંકટનો સામનો કરી રહેલા દેશ માટે એકદમ જુદા જુદા દ્રષ્ટાંતો આપે છે.
સૉલ્ટ લેક સિટી માં યોજવામાં આવનાર ચર્ચા તાજેતરમાં યોજાયેલી ચર્ચાઓ માં સૌથી વધુ અપેક્ષીત છે. આ ચર્ચા એવા સમયે ખુલ્લી મુકાશે જ્યારે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વ્હાઇટ હાઉસ ખાતે પાછલા અઠવાડિયે કોરોનાવાયરસ માટે પોઝિટીવ પરીક્ષણ કર્યા પછી અને હોસ્પિટલમાં કેટલાક દિવસો ગાળ્યા પછી સારરવાર લઇ રહ્યા છે ત્યારે, તેમના ચૂંટણી અભિયાન માટે એક ગંભીર આંચકો છે, કેમ કે રોગચાળાના સંચાલન માટે સરકાર નો બચાવ કરવા પેન્સ પર દબાણ વધશે .
હેરિસ માટે આ ચર્ચા, ડેમોક્રેટિક રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર, જો બિડેન, યુ.એસ.ને કેવી રીતે સ્થિર કરશે, ખાસ કરીને જ્યારે રોગચાળાને ઉકેલવા અને વંશીય અન્યાયને દૂર કરશે, તે ચર્ચા કરવાની તેમની ઉચ્ચતમ તક છે. તેમનો વકીલ તરીકે ભુતકાળ જોતા તે કાયદાના અમલીકરણ અંગેના તેના મંતવ્યો સમજાવવા માટે સમર્થ હશે, તેવુ કેટલાક લોકો માને છે
આખરે, ચર્ચા મતદારો માટે તે નિર્ણય લેવાની તક છે કે પેન્સ અને હેરિસ એક ક્ષણની સૂચનાથી રાષ્ટ્રપતિ પદની પદ સંભાળશે કે કેમ . તે ભાગ્યે જ સૈદ્ધાંતિક પ્રશ્ન છે કારણ કે 74 વર્ષના ટ્રમ્પ જ્યારે વાયરસ સામે લડી રહ્યા હોય ત્યારે, 77 વર્ષના બિડેન, જો ચૂંટાય તો રાષ્ટ્રપતિ બનનાર સૌથી વૃદ્ધ વ્યક્તિ બનશે.
ચર્ચા જ્યારે વિવિધ વિષયોની શ્રેણીને આવરી લેશે, ત્યારે વાયરસ મોખરે હશે. પેન્સ અને હેરિસ સ્ટેજ પર એક બીજા થી બરાબર 12.25 ફુટ (3.7 મીટર) પર દુર પ્લેક્સીગ્લાસ ના અવરોધો થી અલગ ઉભા દેખાશે. માર્યાદિત પ્રેક્ષકોમાં ના કોઈપણ માસ્ક પહેરવાનો ઇનકાર કરશે તો , તેને ત્યાંથી જવા માટે કહેવામાં આવશે.
ગયા સપ્તાહે ટ્રમ્પ અને અન્ય લોકો સાથે રહેલા પેન્સ, જેઓએ પોઝિટીવ પરીક્ષણ કર્યું છે, તેમને તે ચર્ચામાં રહેવું જોઈએ કે કેમ તે અંગેના પ્રશ્નોનો સામનો કરવો પડ્યો છે. ઉપરાષ્ટ્રપતિ વારંવાર વાયરસ માટે નેગેટીવ પરીક્ષણ કર્યું છે, અને તેના કર્મચારીઓ અને ડોકટરો આગ્રહ કરે છે કે તેમણે રોગ નિયંત્રણ અને નિવારણ માર્ગદર્શિકા માટેના કેન્દ્રો હેઠળ સંસર્ગનિષેધ કરવાની જરૂર નથી.
સી.ડી.સી. ની વ્યખ્યા પ્રમાણે જે વ્યક્તિનું પોઝિટીવ પરિક્ષણ થયુ હોય તેવા સંક્રમિત વ્યક્તિના રીપોર્ટ આવ્યા ના બે દિવસ પુર્વે 6 ફુટ (1.8 મીટર) ની અંતરે કોઇ પણ વ્યક્તિ ઓછામાં ઓછા 15 મિનિટ સુધી સંપર્ક માં આવ્યા હોય તો તે જોખમી " સંપર્ક" છે.
પેન્સની ટીમે હેરિસ ની પ્લેક્સીગ્લાસ અવરોધો માટે ની વિનંતી પર વાંધો ઉઠાવ્યો હતો, દલીલ કરી હતી કે તે તબીબી રીતે બિનજરૂરી છે. પરંતુ રાષ્ટ્રપતિપદ ની ચર્ચાઓ પરના આયોગે આ અવરોધો માટે પહેલે થી જ સંમતિ આપી દીધી હતી, અને પેન્સ ના સહાયકો એ જણાવ્યું હતું કે પ્લેક્સીગ્લાસ હાજરી તેમને આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે બાધ્ય નહિ કરી શકે
પેન્સના ચીફ ઑફ સ્ટાફ માર્ક શોર્ટએ જણાવ્યું હતું કે પેલેક્સિગ્લાસ પર વિવાદ થી ઉપરાષ્ટ્રપતિ ચર્ચા કરવાથી પીછેહટ કરશે તેની શક્યાતાઓ નથી કેમકે પેન્સ “ત્યાં હશે” કારણ કે તે “અમેરિકન લોકો માટે ખૂબ મહત્વનું છે.” "ખચકાટ બીજી બાજુ લાગે છે," તેમણે ઉમેર્યું.
હેરિસના પ્રવક્તા, સબરીના સિંહે કહ્યું કે, સેનેટર ચર્ચામાં રહેશે. આ ઉપરાંત તેમણે ક્લેવલેન્ડ ક્લિનિકને સ્વસ્થ સલામતી માટે કરેલા તમામ સંરક્ષણો માટે બિરદાવ્યા હતા ક્લેવલેન્ડ ક્લિનિક રાષ્ટ્રપતિ ચર્ચાઓ પરના કમિશનના આરોગ્ય સલાહકાર તરીકે કામ કરે છે.
પ્રારંભિક તકરાર હોવા છતાં, આ ચર્ચા ટ્રમ્પ અને બિડેન વચ્ચે ગયા અઠવાડિયે થયેલ અંધાધૂંધી ચર્ચાની પુનરાવર્તન કરે તેવી શક્યતા નથી.
પેન્સ, હેરિસ અને બિડેનની ઉદાર નીતિઓ પર તરાપ મારવા માટે ઉત્સુક છે, પરંતુ રિપબ્લિકન એડમિનિસ્ટ્રેશન દ્વારા રોગચાળાના અસમાન સંચાલન ના મુદ્દા ને ચર્ચાથી દુર રાખવો મુશકેલ થઈ શકે છે. પેન્સ રાષ્ટ્રપતિના કોરોનાવાયરસ ટાસ્ક ફોર્સના અધ્યક્ષ તરીકે કામ કરે છે ત્યારે ટ્રમ્પ પોતે પણ આ રોગથી સંક્રમિત થયા છે અને દેશમાં મૃત્યુની સંખ્યા 2,10,000 વટાવી ચુકી છે, અને આ ક્યાં જઇ અટકશે તે અંગે કોઇ કોઈ સ્પષ્ટતા નથી .
બિડેન, ટ્રમ્પ સાથેની તેમની આગામી નિયત ચર્ચામાં ભાગ લેશે કે કેમ તે અંગે સવાલો ઉઠાવ્યા છે, મંગળવારે પત્રકારોને કહ્યું કે : "મને લાગે છે કે જો હજુ પણ કોરોનાગ્રસ્ત છે તો આપણે ચર્ચા ન કરવી જોઈએ."
61 વર્ષના ઉપરાષ્ટ્રપતિ, ઇન્ડિયાનાના ભૂતપૂર્વ ગવર્નર અને ભૂતપૂર્વ રેડિયો હોસ્ટ છે, એક ખ્રસ્તિ પ્રચારક જેઓ લોકપ્રિય છે અને ટ્રમ્પ પ્રત્યેની અવિરત વફાદારી માટે જાણીતા છે.
55 વર્ષીય હેરિસ કેલિફોર્નિયાના સેનેટર છે, જે જમૈકાના પિતા અને ભારતીય માતાની પુત્રી છે. તે ભૂતપૂર્વ વકીલ પણ છે જેઓએ ટ્રમ્પ દ્રારા થયેલ નિમણૂકો અને કોર્ટના નામાંકિતો સામે સીધા પ્રશ્નો કર્યા હતા અને આ ઉપરાંત પ્રચાર અભિયાનમાં લોકપ્રિયતા એ તેઓને ડેમોક્રેટિક સ્ટાર બન્યા છે.
ઉપરાષ્ટ્રપતિની ચર્ચામાં રજૂ થનારી પ્રથમ બ્લેક મહિલા તરીકે તે ઇતિહાસ રચશે. ડેમોક્રેટ્સને આશા છે કે તેમની ઉમેદવારીનું ઐતિહાસિક પગલુ સંભવિત ડેમોક્રેટિક મતદારો, આફ્રિકન અમેરિકનો અને યુવાનોના ચાવીરૂપ જૂથોને ઉત્તેજીત કરવામાં મદદ કરશે, ખાસ કરીને, જેમણે બાયડેન માટે ઓછી ઉત્તેજના દર્શાવી છે.