અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મંગળવારે યુનાટેડ સ્ટેટ કોંગ્રેસના સંયુક્ત સત્રમાં સ્ટેટ ઓફ દ યૂનિયન (SOTU)ને સંબોધિત કર્યુ હતું. જેમાં તેમણે જનસંબોધન કરતાં જણાવ્યું હતું કે, "સીનેટમાં મારા વિરૂદ્ધ ચાલી રહેલા મહાભિયોગની વચ્ચે કરૂ છું. અમેરિકામાં છેલ્લા 50 વર્ષોથી સૌથી બેરોજગારી નોંધાઈ છે."
ચીન રાષ્ટ્રપતિ શી જિનપીંગની સાથેના સંબંધ સાથે વાત કરતાં ટ્રમ્પે કહ્યું હતું કે, "ચીનની સાથે મારે ખૂબ સારા સંબંધ છે. કોરોના વાયરસનું સમાધાન લાવવા માટે અમે મદદ કરીશું." ટ્રમ્પના સંબોધન બાદ હાઉસ ઓફ રિપ્રઝેટેટિવ સ્પીકર નેન્સી પેલોસીએ ટ્રમ્પના ભાષણની નકલો ફાડી નાખી હતી. આટલું જ નહીં ટ્રમ્પે નેન્સી પેલોસી સાથે હાથ ન મિલાવીને જૂનો રિવાજ તોડ્યો હતો.
લોકોને સંબોધિત કરતી વખતે ટ્રમ્પે કહ્યું હતું કે, અમારા કાર્યકાળ દરમિયાન બેરોજગારી દર સૌથી ઓછો જોવા મળ્યો હતો. એટલું જ નહીં, અમેરિકામાં છેલ્લા 50 વર્ષોથી સૌથી બેરોજગારી નોંધાઈ છે. તેમણે 12 બજાર નવી ફેક્ટરી બનાવી છે. તેમજ અનેક કંપનીઓનું નિર્માણ કરવાની સાથે અનેક યોજનાઓ બનાવી છે.
આગળ વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે, "અમેરિકા દુનિયામાં તેલ અને પ્રાકૃતિક ગેસનું ઉત્પાદન કરવામાં સૌથી આગળ છે. 3 વર્ષ દરમિયાન 35 લાખ કાર્યબળ સામેલ હતું." આ ઉપરાંત તેમણે ઈઝરાયલ અને ફિલિસ્તીનિઓની વચ્ચે શાંતિ અને એક મોટી યોજનાની જાહેરાત કરી હતી. જે નિષ્ફળ નીવડી હોવાનું તેમણે સ્વીકાર્યુ હતું. આમ, SOTUનું સંબોધન કરતાં પોતાના કાર્યકાળ દરમિયાન કરેલી કામગીરી ગણાવી હતી. કારણ કે, આ સીનેટમાં ટ્રમ્પના વિરૂદ્ધ મતદાન થવાનું હતું