- યુએસ કોંગ્રેસનો સત્તાવાર અભિપ્રાય અથવા અહેવાલ માનવામાં આવતો નથી
- પાકિસ્તાન લાંબા સમયથી અફઘાનિસ્તાનમાં સક્રિય
- અફઘાનમાં તાલિબાનના કબજાને પાકિસ્તાન માટે વિજય તરીકે જુએ
વોશિંગ્ટન: પાકિસ્તાન (Pakistan )લાંબા સમયથી અફઘાનિસ્તાનમાં (Afghanistan)સક્રિય છે અને તાલિબાનને (Taliban )ટેકો આપવાની જોગવાઈનો આશરો લેવા સહિત અનેક મામલામાં વિનાશક અને અસ્થિર ભૂમિકા ભજવી રહ્યું છે, એમ અફઘાનિસ્તાન અંગેના 'કોંગ્રેસના' અહેવાલમાં જણાવવામાં આવ્યું છે.
તાલિબાનને અમેરિકન દબાણનો પ્રતિકાર કરવા અને તેનાથી બચવાની તકો મળશે
દ્વિપક્ષીય કોંગ્રેસનલ રિસર્ચ સર્વિસ (Congressional Research Service ) CRSના એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે જો અન્ય દેશો જેમ કે પાકિસ્તાન, રશિયા અને ચીન અને અમેરિકાના સહયોગી દેશો જેમ કે કતાર તાલિબાનને વધુ માન્યતા આપવા તરફ આગળ વધે છે તો તે અમેરિકાને અલગ કરી શકે છે. તે જ સમયે, તાલિબાનને અમેરિકન દબાણનો પ્રતિકાર કરવા અને તેનાથી બચવાની વધુ તકો મળશે.રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે અમેરિકાનું વધુ શિક્ષાત્મક વલણ અફઘાનિસ્તાનમાં પહેલાથી જ ગંભીર માનવતાવાદી પરિસ્થિતિને વધુ ઊંડીં કરી શકે છે.