- કોવિડ-19ના નવા પ્રકાર 'ઓમિક્રોન'એ વિશ્વને એલર્ટ કરી દીધું
- સમગ્ર વિશ્વમાં એક અલગ પ્રકારની ચિંતા પેદા કરી
- બે દેશોએ ઓમિક્રોન કેસ હોવાની પુષ્ટિ કરી
ન્યૂઝ ડેસ્ક:કોવિડ-19ના નવા પ્રકાર 'ઓમિક્રોન'એ વિશ્વને(Classification of Omicron B.1.1.529 ) એલર્ટ કરી દીધું છે. નવી માહિતીએ હવે સમગ્ર વિશ્વમાં એક અલગ પ્રકારની ચિંતા પેદા કરી છે. બે દેશોએ ઓમિક્રોન કેસ હોવાની (Omicron Covid-19 Virus)પુષ્ટિ કરી છે.
બ્રાઝિલમાં પ્રથમ વખત કોરોના નવા સ્વરૂપ 'ઓમિક્રોન'ના કેસ નોંધાયા
બ્રાઝિલમાં પ્રથમ વખત કોરોના વાયરસના સંક્રમણના નવા સ્વરૂપ 'ઓમિક્રોન'ના કેસ(Omicron, a new form of corona virus ) નોંધાયા છે. દક્ષિણ આફ્રિકાથી પરત(Cases of 'Omicron' reported in Brazil ) આવેલા બે પ્રવાસીઓમાં સંક્રમણની પુષ્ટિ થઈ છે. લેટિન અમેરિકામાં પણ 'ઓમિક્રોન'નો પહેલો (Omicron's case in Latin America)કેસ નોંધાયો છે.
બ્રાઝિલમાં ચેપને કારણે છ લાખથી વધુ લોકોના મોત થયા
સાઓ પાઉલોના આરોગ્ય સચિવાલયે જણાવ્યું હતું કે એક 41 વર્ષીય પુરુષ અને 37 વર્ષીય મહિલા સંક્રમિત મળી આવ્યા હતા અને તેઓ અલગ-અલગ રહેઠાણોમાં છે. તેને સંક્રમણના હળવા લક્ષણો હતા અને 25 નવેમ્બરે તેનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. લેટિન અમેરિકામાં કોવિડ-19 વૈશ્વિક મહામારીનો પ્રકોપ પહેલાથી જ નોંધપાત્ર છે, જ્યારે બ્રાઝિલમાં ચેપને કારણે છ લાખથી વધુ લોકોના મોત થયા છે. બ્રાઝિલમાં વિદેશથી આવતા પ્રવાસીઓ માટે કોવિડ-19 સામે રસીકરણ(Vaccination against covid-19) કરાવવું ફરજિયાત નથી.