અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો છે કે, અમેરિકાની સેનાએ અબુ બકર અલ-બગદાદીના ઉત્તરાધિકારીને મારી નાખ્યો છે. ટમ્પે આ દાવો બગદાદીની મોત બાદ લગભગ 48 કલાક બાદ કર્યો છે. બગદાદીની મોત બાદ તરત જ મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો હતો કે ઇસ્લામિક સ્ટેટએ કર્દાશને તેનો ચીફ જાહેર કર્યો છે.અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રવિવારે જાહેરાત કરી હતી કે, ઈસ્લામિક સ્ટેટનો આતંકવાદી અબુ બકર અલ બગદાદી સીરિયામાં અમેરિકન ઓપરેશનમાં માર્યો ગયો છે.
બગદાદીના મોત બાદ ડોનાલ્ડ ટ્રમ્પનો વધુ એક મોટો ઘટસ્ફોટ, બગદાદીનો ઉત્તરાધિકારી પણ સેનાના હુમલામાં થયો ઠાર - ચીફ અબુ બકર અલ બગદાદી
વોશિન્ગ્ટન:દુનિયાના સૌથી ખૂંખાર આતંકી સંગઠનનો ચીફ અબુ બકર અલ બગદાદીને અમેરિકન આર્મીએ મોતના ઘાટ ઉતાર્યો છે. જેની માહિતી અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક પ્રેસ કોન્ફરન્સ કરીને આપી. ત્યારે હવે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વધુ એક મોટી જાહેરાત કરી છે
અમેરીકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એલાન કર્યું છે કે, ISISમાં અબૂ બકર અલ બગદાદીની જગ્યા લેનારો આતંકીને પણ અમેરીકન સૈનિકો દ્વારા મારી નખાયો છે. ડોનાલ્ડ ટ્રમ્પે આ જાણકારી ટ્વીટ કરીને આપી છે. મંગળવારે સાંજે ડોનાલ્ડ ટ્રમ્પે ટ્વીટ કર્યું કે, હમણાં જ કન્ફર્મ થયું છે, અબુ બકર અલ બગદાદીની જગ્યા લેનારાને પણ અમેરીકન સૈનિકોએ મારી નાખ્યો છે, તે શક્ય સૌથી ઊંચું પદ લેવાનો હતો. હવે મરી ગયો.ટ્રમ્પે ટ્વીટમાં તે આતંકવાદીનું નામ જણાવ્યું નહીં પરંતુ માનવામાં આવે છે કે કર્દાશ જ છે. કર્દાશ પહેલા ઈરાકના પૂર્વ રાષ્ટ્રપતિ સદ્દામ હુસૈનની સેનામાં અધિકારી રહી ચૂક્યો છે. છે.