ન્યૂયોર્કઃઅમેરિકાના ન્યૂયોર્કના બ્રોન્ક્સમાં (Fire in New York) એક એપાર્ટમેન્ટમાં આગ લાગતા 9 બાળકો સહિત કુલ 19 લોકોના મોતનો તાંડવ (19 dead in massive fire) રચાયો છે. આ ઉપરાંત જેટલા લોકો આગમાં ઝડપાતા ઇજાગ્રસ્ત થયા છે તે દરેકને સારવાર માટે તાત્કાલિક ધોરણે હોસ્પિટલ ખસેડાયા છે. આ માહિતી ફાયર વિભાગના કમિશનર ડેનિયલ નેગ્રોએ (Fire Department Commissioner Daniel Negro) આપી છે.
આગે રચ્યો મોતનો તાંડવ
આગે કુલ 19 લોકોનો શિકાર કર્યો છે. જેમાં ઓછામાં ઓછા 9 તો બાળકો હતા. આ અકસ્માતમાં 63 લોકો ઇજાગ્રસ્ત થયા હોવાના સમાચાર પ્રાપ્ત થયા છે. જેમાં 32 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યાં છે. આ માહિતીથી રુબરૂ ન્યૂયોર્ક ફાયર વિભાગના કમિશનર ડૈનિયલ નીગ્રોએ કરાવ્યાં છે.
ન્યુયોર્ક માટે આ એક ભયાનક અને પીડાદાયક ક્ષણ :અરિક અડમ્સે
આ બનાવ બિલ્ડિંગના બીજા અને ત્રીજા માળે આવેલા ડુપ્લેક્સ એપાર્ટમેન્ટમાં સવારે 11 વાગ્યે બન્યો હતો. આગ લાગ્યાની માહિતી ફાયર વિભાગને મળતા 200 જેટલા ફાયર ફાઈટર ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને આગ પર કાબુ મેળવવાની પ્રક્રિયા શરૂ કરી હતી. આ દરમિયાન, મેયર અરિક અડમ્સે કહ્યું કે, ન્યૂયોર્કમાં અત્યારસુધી જોયેલી સૌથી ખરાબ આગની ઘટનાઓમાંથી એક છે. ઉપરાંત એ પણ કહ્યું કે, ન્યુયોર્ક સિટી માટે આ એક ભયાનક અને પીડાદાયક ક્ષણ છે. આગ લાગવાનું કારણ હજુ અકબંધ છે, પરંતુ કારણ જાણવાની તપાસ આદરી દેવાય છે.