નવી દિલ્હીઃ ભારત, ઇન્ડોનેશિયા અને થાઇલેન્ડ જેવા દક્ષિણપૂર્વ એશિયા ક્ષેત્રના દેશો, જે વિશ્વના સૌથી મોટા રસી ઉત્પાદકોમાં સામેલ છે, તેઓએ કોવિડ -19 રોગચાળો દૂર કરવામાં મુખ્ય ભૂમિકા ભજવવી જોઈએ. આ વાત વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (ડબ્લ્યુએચઓ) કહી છે. વૈશ્વિક આરોગ્ય સંસ્થાએ આ ક્ષેત્રના રસી ઉત્પાદકો અને રાષ્ટ્રીય નિયમનકારી અધિકારીઓ સાથે વર્ચ્યુઅલ બેઠક યોજી હતી, જેમાં કોવિડ -19 રસી બનાવવા અંગે ચર્ચા થઈ હતી.
ડબલ્યુએચઓની દક્ષિણ-પુર્વ એશિયાના ક્ષેત્રિય નિદેશક ડૉ, પુનમ ખેત્રપાલ સિંહે કહ્યું કે, 'આપણા ક્ષેત્રમાં વર્તમાન ઉત્પાદન ક્ષમતા વૈશ્વિક સ્તરે કોવિડ -19 રસી ઉત્પન્ન કરવા અને તેને રોલ-આઉટ કરવા માટે જરૂરી ગુણવત્તા અને ધોરણની છે. આ ક્ષેત્ર એક રસી ઉત્પાદક પાવરહાઉસ છે અને હવે આ રોગચાળાને પહોંચી વળવા પણ તેણે મુખ્ય ભૂમિકા ભજવવી જોઈએ.'