કેપ કેનવરલઃ પર્સિવરન્સ મંગળથી પૃથ્વી પર પથ્થરના નમૂનાઓ લાવશે જેનું વિશ્લેષણ આવતા દાયકામાં કરવામાં આવશે. નાસાના ઈનસાઈટ અને ક્યુરિયોસિટી હાલમાં મંગળ પર છે. અન્ય 6 અવકાશયાન ગ્રહનો અભ્યાસ કરી રહ્યા છે. આમાંના 3 અમેરિકાના, 2 યુરોપના અને 1 ભારતના છે.
ચીન અને સંયુક્ત આરબ અમીરાતે લાલ ગ્રહ પર માનવરહિત અવકાશયાન મોકલ્યું છે. અત્યાર સુધીનો સૌથી વ્યાપક પ્રયાસ સુક્ષ્મસજીવોના જીવનના નિશાનો શોધવાનો અને ભાવિ અવકાશયાત્રીઓ માટેની શક્યતાઓ શોધવાનો છે. સૌ પ્રથમ યુએઈના અંતરિક્ષયાન 'અમલ' જાપાનથી મોકલવામાં આવ્યો. આ પછી, મંગળ પર એક ચાઇનીઝ રોવર અને ઓર્બિટર મોકલવામાં આવ્યો, આ મિશનનું નામ છે 'તિયાનવેન -1'.