ગુજરાત

gujarat

ETV Bharat / international

નાસાનું સ્પેસક્રાફટ સૌપ્રથમ વખત એટલાન્ટિક સમુદ્રમાં ઉતરાણ કરશે - NASA astronauts splash down

એલોન મસ્કની સ્પેસએક્સ કંપની દ્વારા પ્રથમવાર લૉન્ચ થયેલા અવકાશયાત્રીઓ તેમની ટેસ્ટ ફ્લાઇટના અંતિમ તબક્કા માટે શનિવારે રાત્રે આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશનથી રવાના થયા હતા. તેમના સ્પેસક્રાફટની ફ્લાઇટ થોડો સમય અવકાશમાં રહી પૃથ્વી પર પાછા ફરતી વખતે એટલાન્ટિક સમુદ્રમાં ઉતરાણ કરશે. જે એક દુર્લભ ઘટના હશે.

નાસાનું સ્પેસક્રાફટ સૌપ્રથમ વખત એટલાન્ટિક સમુદ્રમાં ઉતરાણ કરશે
નાસાનું સ્પેસક્રાફટ સૌપ્રથમ વખત એટલાન્ટિક સમુદ્રમાં ઉતરાણ કરશે

By

Published : Aug 2, 2020, 5:21 PM IST

અમેરિકા: નાસા દ્વારા 45 વર્ષોમાં પ્રથમવાર સ્વતંત્ર રીતે અવકાશયાત્રીઓને એલન મસ્કની સ્પેસએક્સ કંપની સહયોગથી ડ્રેગન કેપસ્યુલ માં અવકાશમાં મોકલી તેમને પૃથ્વી પર પાછા લાવતી વખતે સ્પ્લેશ ડાઉન હાથ ધરવામાં આવ્યું છે. જેમાં ફ્લોરિડા રાજ્યને અડતા એટલાન્ટિક સમુદ્રમાં આ કેપસ્યુલનું ઉતરાણ કરવામાં આવશે. આ પહેલા અમેરિકા રશિયાના સંયુક્ત મિશન 'અપોલો-સોયુઝ' દ્વારા વર્ષ 1975માં સામુદ્રિક ઉતરાણ કરવામાં આવ્યું હતું.

સ્પેસ સ્ટેશન કમાન્ડર ક્રિસ કેસિડી દ્વારા આદેશ આપવામાં આવતા જ ડ્રેગન કેપસ્યૂલ 430 કિમીની ઝડપે ઉડવા લાગ્યું, સાઉથ આફ્રિકાના જોહાનિસ્બર્ગ ના આકાશ પર કેપસ્યૂલના ફ્લેશલાઇટનો નજારો જોવાલાયક હતો.

બે મહિના સુધી અવકાશમાં ઉડાન ભર્યા બાદ અવકાશયાત્રીઓ હવે સ્પ્લેશ ડાઉન દ્વારા પૃથ્વી પર પરત આવી રહ્યા છે. જેનો અનુભવ વ્યક્ત કરતા તેમણે જણાવ્યું, " આ બે મહિના ખૂબ જ અદભૂત રહ્યા, સૌ અવકાશયાત્રીઓના સહકારથી ઉડાન ભરવામાં સફળતા મળી. સલામત ઉડાન એ સલામત ઉતરાણ ની પણ ખાતરી આપે છે. "

નાસાના ડગ હર્લી અને બોબ બ્હેન્કેને તેમનું સ્પેસએક્સ ડ્રેગન કેપ્સ્યુલ અનલૉક થઈ મેક્સિકોના અખાત તરફ પ્રયાણ કરતા પાછા છૂટી ગયેલા ત્રણ માણસોને વિદાય આપી.

અવકાશયાત્રીઓની આ સફર સાથે અમેરિકામાં લાંબા સમયથી વિલંબમાં મુકાયેલું સ્પેસ મિશન પાર પડશે, આ માટે રશિયન બનાવટના રોકેટ્સની મદદ લેવામાં આવી છે.

હર્લી અને બ્હેન્કેનને નાસાના કેનેડી સ્પેસ સેન્ટર થી ગત 30મી મે એ લૉન્ચ કરવામાં આવ્યા હતા. આ સાથે એલન મસ્કની કંપની સ્પેસ એક્સ અવકાશયાત્રીઓને અવકાશમાં મોકલતી પ્રથમ ખાનગી કંપની બની હતી. હવે તે અવકાશયાત્રીઓને મિશન પૂર્ણ થયા બાદ ભ્રમણકક્ષામાં થી પાછી લાવવા માટે પણ સહયોગ આપી રહી છે. કોઈ ખાનગી કંપની દ્વારા નાસાના અવકાશયાત્રીઓને મિશન માટે મોકલવામાં અને પરત લાવવામાં આવી રહ્યા હોય તેવી નાસાના ઇતિહાસમાં પ્રથમ ઘટના છે.

"અવકાશયાત્રીઓને લૉન્ચ કરવા એ સૌથી અઘરો ભાગ હતો, પરંતુ તેમને પાછા લાવવા એ પણ ખૂબ મહત્વનું છે. એક સફળ સ્પ્લેશ ડાઉન દ્વારા અમેરિકાની સ્પેસ ક્રાફટ લોન્ચિંગ ક્ષમતાનો વિશ્વને પરિચય થશે."

ABOUT THE AUTHOR

...view details