ડોનાલ્ડ ટ્રમ્પ પર આરોપ છે કે, તેમણે 2020ની રાષ્ટ્રપતિની ચૂંટણી માટે સંભવિત પ્રતિદ્વંદ્દી જો બાઈડેન સહિત પોતાના પ્રતિસ્પર્ધીની છબી ખરાબ કરવા માટે યૂક્રેન પાસેથી ગેરકાનૂની રીતે મદદ માગી હતી. જેના પગલે ડેમોક્રેટસે મંગળવારના રોજ મહાભિયોગની બે કલમ લગાવી હતી.
કોંગ્રેસની ન્યાયિક સમિતિ આ કલમ પર બુધવારે અને ગુરૂવારે જાહેર ચર્ચા કરશે. જેમાં મતદાન અંગે કોઈ સમયમર્યાદા નક્કી કરવામાં આવી નથી. આ વાત જાહેર થયા બાદ ડોનાલ્ડ ટ્રમ્પે નેન્સી પૉલોસીને એક પત્ર લખ્યો હતો.જેમાં તમામ ડેમોક્રેટ્સ સભ્યોને સંબોધન કર્યુ હતું.