- આર્મેનિયા અને અઝરબૈજાન વચ્ચે યુદ્ધ સમાપ્ત
- યુદ્ધમાં 5000થી વધુ લોકોના મોત
- 29 દિવસ સુધી ચાલ્યુ યુદ્ધ
વોશિંગ્ટન: અમેરિકાની પહેલથી બંને દેશો વચ્ચે શાંતિની પુન:સ્થાપના થઈ છે. અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને વિદેશ પ્રધાન માઇક પોમ્પિયો દ્વારા તેની ઘોષણા કરવામાં આવી છે. ટ્રમ્પે યુદ્ધવિરામ માટે બંને દેશોના રાષ્ટ્ર વડાઓને અભિનંદન આપ્યા છે.
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આપી શુભેચ્છા
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ટ્વિટ કરીને આર્મેનિયાના વડા પ્રધાન નિકોલ પાશિન્યાન અને અઝરબૈજાનના રાષ્ટ્રપતિ ઇલહામ અલીયેવને અભિનંદન આપ્યા છે. મધ્યરાત્રિથી અમલમાં આવેલા યુદ્ધવિરામનું પાલન કરવા બંને દેશો સંમત થયા છે. યુદ્ધ વિરામ બાદ ઘણા લોકોનો જીવ બચી જશે.
નોંધપાત્ર વાત એ છે કે નાગોર્નો-કારાબાખ પર લગભગ એક મહિનાથી આર્મેનિયા અને અઝરબૈજાન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. કહેવામાં આવ્યું છે કે આ યુદ્ધમાં અત્યાર સુધી બંને દેશોના પાંચ હજાર લોકો માર્યા ગયા છે. વિશ્વ આ યુદ્ધ પર નજર રાખી રહ્યું હતું, જોકે હવે યુદ્ધ વિરામ બાદ શાંતિ સ્થાપવાની અટકળો કરવામાં આવી રહી છે.
27 સપ્ટેમ્બરથી યુદ્ધ શરૂ હતુ
નાગોર્નો-કારાબાખની સેનાએ અઝરબૈજાન સૈન્ય પર તેના વિસ્તારમાં નાગરિકોને ફાયરિંગ કરવાનો આરોપ લગાવ્યો હતો. તેના જવાબમાં અઝરબૈજાનના સંરક્ષણ મંત્રાલયે કહ્યું કે આર્મેનિયન આર્મીએ અઝરબૈજાનના ટેરટર, અગદમ અને અધઝાબેદી વિસ્તારોમાં ગોળીબાર કર્યો હતો. આ પછી, 27 સપ્ટેમ્બરથી યુદ્ધ શરૂ થયું હતું.
આ યુદ્ધને રોકવા માટે, રશિયા દ્વારા બે વખત મધ્યસ્થી કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.