ન્યૂયોર્ક: USમાં બુધવારે બીયર બનાવતી એક કંપનીમાં થયેલા એક ગોળીબારમાં 7 લોકોનાં મોત થયા છે. અમેરિકાના વિસ્કોન્સિનનાં મિલવૌકીમાં આવેલી મૌલસન કૂઅર્સ નામની બિયર બનાવતી કંપનીમાં થયેલી આ ઘટનાને શહેરના મેયર ટોમ બેરેટે ભયાનક ગણાવી છે. મેયરે આ ઘટના અંગે જણાવ્યું હતું કે, "બિયર કંપનીમાં થયેલ ગોળીબારમાં અનેક લોકોનાં મોત નીપજ્યાં છે. જોકે, તેમણે મૃત્યુ પામનારા લોકોની સંખ્યા વિશે જણાવ્યું નથી. મળતા અહેવાલ મુજબ, આ ઘટનાને અંજામ આપનાર હુમલાખોરને પણ મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો છે."
અમેરિકામાં બીયર કંપનીમાં કર્મચારીએ કર્યો ગોળીબાર, 7ના મોત
USમાં બુધવારે બીયર બનાવતી એક કંપનીમાં થયેલા ગોળીબારમાં 7 લોકોનાં મોત થયાં છે. આ ઘટના અંગે શહેરના મેયરે જણાવ્યું હતું કે, "બિયર કંપનીમાં થયેલા ગોળીબારમાં અનેક લોકોનાં મોત નીપજ્યાં છે. જો કે, હજુ સુધી મોત થનાર લોકો અંગે કોઈ ચોક્કસ માહિતી સામે આવી નથી."
બુધવારે બપોરે કંપનીમાં જ કામ કરતા કર્મચારીએ મૌલસન કૂઅર્સ સંકુલમાં તેના સાથીદારો પર અંધાધૂંધ ફાયરિંગ કરી હતી. 51 વર્ષીય હુમલાખોરે કરેલા ફાયરિંગમાં 6 લોકો માર્યા ગયા હતા, ત્યારબાદ હુમલાખોરને પણ ઠાર મારવામાં આવ્યો હતો. આ ઘટનામાં મોતને ઘાટ ઉતારવામાં આવેલા લોકો બિયર કંપનીના જ કર્મચારી હતા. શહેરના મેયર ટોમ બેરેટે કહ્યું કે, તે ભયાનક હતુ, ઘણા લોકો મરી ગયા છે અને મને લાગે છે કે હુમલાખોર પણ માર્યો ગયો છે.'
સ્થાનિક મીડિયા રિપોર્ટ્સના અનુસાર, આ ઘટનાને અંજામ આપતી વખતે હુમલાખોર કંપનીના જ યૂનિર્ફોમમાં હતો અને 26 ફેબ્રુઆરીએ જ તેને નોકરી પરથી કાઢી મૂકવામાં આવ્યો હતો. આ બીયર બનાવવાની કંપનીમાં લગભગ 600 લોકો કામ કરે છે. મિલવૌકીમાં જ્યાં ફાયરિંગની ઘટના બની છે, તે જગ્યાને મિલર વેલી તરીકે ઓળખવામાં છે. આ જગ્યાનું નામ બિયર બનાવતી કંપની મિલરના નામ પરથી રાખવામાં આવ્યું છે, જે મૌલ્સન કૂઅર્સનો ભાગ છે. મિલર વેલીમાં ઘણી એવી કંપનીઓ છે કે, જે 150 વર્ષથી પણ વધુ સમયથી બિયર બનાવે છે.